લોકડાઉનમાં આ જાણીતા કપલે બનાવ્યો મ્યુઝીક વીડિયો

0
75

મુંબઈ,તા:19 કોરોના વાયરસને કારણે લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે અને તમામ સિરિયલ કે ફિલ્મોના શૂટિંગ અટકી પડ્યા છે પણ એક રિયલ લાઇફ કપલનો મ્યુઝિ વીડિયો જોઈને એમ લાગે કે આ કપલને લોકડાઉન નડતું નથી. ટીવી સિરિયલના આ યુગલે એક મ્યુઝિક વીડિયો બનાવી જ નાખ્યો છે. આપણે વાત કરીએ છીએ કૂબુલ હૈ અને બહૂ બેગમ જેવા શોમાં કામ કરી ચૂકેલી આમ્રપાલી ગુપ્તા અને નાના મોટા પડદા પર કામ કરી ચૂકેલા યશની. આમ્રપાલી અને યશ રિયલ લાઇફમાં કપલ છે અને તેમને ચાર વર્ષનો દિકરો પણ છે. તાજેતરમાં જ તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને એક રોમેન્ટિક વીડિયોની જાણકારી આપી જેનું નામ છે તેરી બિંદીયા.

આખરે તેમણે આ લોકડાઉનમાં શૂટિંગ કેવી રીતે કર્યું હશે તે જાણવાની તાલાવેલી જાગી કેમ કે બધું બંધ છે અને કોઇ વ્યક્તિ અન્ય કોઇને મળી પણ શકતી નથી ત્યારે બંનેએ કહ્યું કે અમે અમારા ઘરમાં જ રહીને અમારા ફોનથી મ્યુઝિક વીડિયોનું શૂટિંગ કરી નાખ્યું. અમારા ઘરમાં જે હાઉસ હેલ્પ છે તેની મદદથી અમે શોટ્સ લીધા હતા. તેમાંય એકબીજા ના જે સિંગલ શોટ હતા તે આમ્રપાલી અને યશે જ એકબીજાની મદદથી લીધા હતા. યશ કહે છે કે અમે ઘરે બેઠા શું કરવુ તે વિચારતા હતા અને અમારા મિત્ર અમિતાભ (સિંગર અને ઇન્ડિયન આઇડલના સ્પર્ધક)ને ફોન કર્યો અને તેણે કહ્યું કે તેની પાસે એક ગીત તૈયાર છે. બસ, અમે નક્કી કર્યું કે ઘરે બેસીને જ આ ગીત પર મ્યુઝિક વીડિયો બનાવી દેવો.