લોકડાઉનમાં વરેલી ગામના શ્રમિકો થઈ રહ્યા છે હેરાન, તંત્ર દ્વારા કરવામાં આવતી નથી કોઈ સહાય

0
57

સુરત,તા:19

  • લોકડાઉનમાં શ્રમિકો થઈ રહ્યા છે પરેશાન
  • વરેલી ગામના શ્રમિકો થઈ રહ્યા છે હેરાન
  • તંત્ર દ્વારા કરવામાં આવતી નથી કોઈ સહાય
  • વરેલી ગામના શ્રમિકો થઈ રહ્યા છે હેરાન

સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામ ખાતે અનેક સોસાયટીઓમાં રહેતા પરપ્રાંતિય પરીવારનાં લોકો એક ટંકના ભોજનની માગ સાથે વલખાં મારતા જોવા મળ્યા હતા.તેમનું સ્પષ્ટ કહેવુ હતું કે તેઓ સુધી કોઈ પણ સંસ્થા, એનજીઓ અને સરકાર દ્વારા અનાજ કે રાશનની કોઈ પણ જાતની સહાય લોકડાઉનનાં સમયગાળામાં કરવામાં આવી નથી સાથે સાથે તેઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારની અન્નબ્રહ્મ યોજના તેમજ ગરીબ કલ્યાણ યોજના માધ્યમ દ્વારા પણ કોઈ પણ જાતનું અનાજ આપવામાં આવ્યુ નથી.આપવાની વાત તો દૂર પરંતુ આ શ્રમજીવીઓને તંત્રએ ધક્કે ચડાવ્યા તો બીજી તરફ તેમની પાસે હવે પૈસા અને અનાજ બન્ને ખૂટી જતાં તેમને તેમનાં પરિવારના નાના બાળકો સાથે જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બનવા પામ્યું છે.વરેલી ગામ ખાતે વસતાં લાખોની સંખ્યામાં પરપ્રાંતિય લોકોએ વરેલી ગ્રામ પંચાયત પર ત્રીજા તબક્કાના પાછલા 10 દિવસથી રાશન માટે નોંધણી કર્યા બાદ પણ તેમનાં સુધી અનાજ પહોંચતું કરવામાં આવ્યુ નથી.