વડોદરામાં એક કુતરાએ બે વર્ષના બાળકના મોઢે બચકાં ભરતા હાહાકાર મચ્યો

0
99
વડોદરા
વડોદરા શહેરની મધ્યમાં આવેલા કાલાઘોડા બ્રિજના છેડે આવેલા પંચમુખી હનુમાન પાસે રખડતા શ્વાને એક બે વર્ષના બાળકના મોઢે બચકાં ભરતા હાહાકાર મચી ગયો હતો. બાળક મંદિરની પાસે રમી રહ્યું હતું ત્યારે તેની અચાનક ચીસો સંભળાતા માતાનો હોશ ઉડી ગયો હતો. માતાએ જોયું ત્યારે શ્વાન બાળકના મોઢે બચકાં ભરી રહ્યો હતો. માતાએ દોડીને બાળકને બચાવ્યું ત્યાં સુધીમાં શ્વાને તેના મોઢા પર નહોરા મારી દીધાં હતા. આ ઘટના ગઈકાલે બપોરે ઘટી હતી. જ્યાં એક માતા મંદિરની બહાર બેઠી હતી ત્યારે શ્વાને બાળકને ચુથી નાખ્યું હતું. શ્વાનના આતંકના કારણે બાળકનો માંડમાંડ બચાવ થયો હતો. બાળક ઘાયલ થતા તેને સારવાર અર્થે એસ.એસ.જી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે ગઈકાલે પંચમુખી હનુમાનજી મંદિર પાસે એક મહિલા તેના બાળકને લઇને બેઠી હતી. આશરે 3:45 કલાકે મંદિર બહારની જગ્યાએ રમતા 2 વર્ષના જય પટેલ પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો અને બાળકના મોઢાના ભાગે બચકું ભર્યું હતું. બાળકની માતાના જણાવ્યા અનુસાર, તેઓ મંદિર બહાર બેઠા હતી ત્યારે અચાનક પુત્રની ચીસ સંભળતા તેમનું ધ્યાન અવાજની દિશામાં ગયું હતું.
કૂતરું તેમના બાળકના મોઢે બચકું ભરતું જોવા મળતાં મારા મોઢામાંથી ચીસ નિકળી ઉઠી હતી. માતાએ ઘટના જોતા તુરંત જ મારા બાળકને કૂતરાથી દૂર કરી 108 મારફતે એસ.એસ.જી હૉસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોંચી હતી. ફરજ પર હાજર તબીબોએ બાળકની સ્થિતિને ધ્યાને રાખીને ઇન્ફેક્શન ન ફેલાય તે માટે તુરંત તાત્કાલિક સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું. આજે આ બાળકની સ્થિતિ સામાન્ય હોવાના અહેવાલ છે.