વડોદરામાં કોરોનાના અત્યાર સુધીમાં 5580 કેસ નોંધાયા

0
98

વડોદરા
તા : 10
વડોદરા શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન આજે વધુ 3 દર્દીના મોત થયા છે. જેમાં તરસાલીના 62 વર્ષીય મહિલા, ગોત્રી વિસ્તારની 58 વર્ષીય મહિલા અને ખંભાતના 56 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 5580 પર પહોંચી ગયો છે અને સત્તાવાર મૃત્યુઆંક 108 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 4298 દર્દી રિકવર થયા છે. હાલ 1174 એક્ટિવ કેસ છે, જે પૈકી 143 દર્દી ઓક્સિજન ઉપર અને 48 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 983 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા સિટીઃ તરસાલી, વાધોડીયા રોડ, ગોત્રી રોડ, હરણી, દંતેશ્વર, અકોટા, નવાયાડર્ડ, યાકુતપુરા, આજવા રોડ, વાડી, શિયાબાગ, તાંદલજા, વાસણા રોડ, માણેજા, કલાલી, સુભાનપરુા, કારેલીબાગ, માંજલપુર, મકરપુરા, રીફાઇનરી રોડ, છાણી જકાતનાકા, પ્રતાપનગર

વડોદરા ગ્રામ્યઃ કરજણ, પાદરા, ડભોઇ, વાધોડીયા, બાજવા, રણોલી, ભાયલી, પોર