વડોદરામાં પરિવાર માટે વસમી વિદાય બનેલી આ ક્ષણને વાંચી તમારી આંખો ચોક્કસ ભીંજાશે

0
152

જૂલાઈના અંતમાં શહેરમાં ફરી વળેલાં પૂરના પાણીએ ભારે તારાજી સર્જી હતી. લગભગ સમગ્ર શહેરના તમામ વિસ્તારોના મકાનોમાં બેથી માંડીને પાંચ ફૂટ કે તેથી વધુ ઉંચાઈ સુધી વરસાદી પાણી ફરી વળ્યાં હતા. રહીશોએ કીંમતી ર્ફિનચરથી માંડીને અન્ય રાચરચીલું તથા જીવન જરૂરી ચીજવસ્તુઓ ગુમાવી હતી.

જો કે શહેરના હરણી રોડ પર સંગમ ચાર રસ્તા પાસે આવેલી શિવ દર્શન સોસાયટીમાં રહેતાં વેપારી જીતુભાઈ શર્માના નવા મકાનમાં પણ ચારથી પાંચ ફૂટ સુધી વરસાદી પાણી ભરાયા હતા. જીતુભાઈને પણ ર્ફિનચર તેમજ અન્ય રાચરચીલું ગુમાવવાની સાથે હજારો રૃપિયાનું નૂકશાન થયું હતુ.

જો કે, આ નૂકશાન તો વેઠી શકાય, જીંદગીના ઉતાર-ચઢાવ માની સહન થઈ શકે તેમ છે, પરંતુ મેં, મારી દિકરી દીપીકા અને મારી પત્નિ પુષ્પાબેને વ્હાલસોયથી ઉછેરેલાં બે પેટ ડોગ્સ વરસાદી પાણીમાં ગુમ થયાનું દુખ હું અને મારો પરીવાર સહન કરી શકતો નથી. ઘરમાં થયેલું નૂકશાન તો ભૂલાશે, પરંતુ પેટ ડોગ્સની વિદાય નહીં ભૂલાય તેમ તેમણે ભારે વ્યથીત હૃદયે જણાવ્યું હતુ.

વાત કંઈક એમ છે કે આજથી આશરે છ વર્ષ પહેલાં દૂધ અને તેના ઉત્પાદનોનુ વેચાણ કરતાં વેપારી જીતુભાઈના મકાન પાસે એક પેટ ડોગે બચ્ચાને જન્મ આપ્યો. સ્વભાવે મીતાભાષી અને લાગણીશીલ પુત્રી દીપીકાએ નવજાત બચ્ચાની સારસંભાળ રાખવાની સાથે તેમના સ્વાસ્થ્યની દરકાર રૂપે તેમને રોજ દૂધ પીવડાવવાનુ શરૂ કર્યું.

શરૃઆતમાં સહજપણે શરૂ થયેલ આ વ્યવહાર રોજનો નિત્યક્રમ બની ગયો. દીપીકાએ બંન્ને મેઈલ-ફીમેલ પેટ ડોગ્સનુ આલુ અને ટોંટ્સ નામ રાખી તેમને આગળી ઓળખ આપી.

સમય જતાં બંન્ને પેટ ડોગ્સ પરીવારનો ભાગ બની ગયાં. સમય મળતાં લટાર મારવા નિકળી પડતાં આ બ્રધર અને સિસ્ટર આલુ અને ટોંટ્સ સોસાયટીના રહીશોના પણ પ્રિય બની ગયા. જીતુભાઈના પત્નિ પુષ્પાબેન અને પુત્રી દીપીકા માટે તો તે જીવનો ટૂકડો હતા.

પરંતુ માનવી વિચારતો કંઈ ઔર હોય છે અને વિધીના વેણ કંઈ ઔર હોય છે. ઘરમાં વરસાદી પાણી ભરાતાં ગત તા. પહેલી ઓગષ્ટના રોજ જીતુભાઈ માટે ઘરમા રહેવાનુ મૂશ્કેલ થતાં તેઓ અન્ય ડોગ્સની સાથે આલુ અને ટોંટ્સને ઘરની અગાશી ઉપર ખાસ બનાવેલાં કેબીનમાં સલામત કરી એરપોર્ટ પાસે રહેતાં તેમના સાઢુભાઈના ઘરે જવા નિકળ્યા.

પરીવારજનો જઈ રહ્યા હોવાનુ પામી ગયેલાં આસુ – ટોંટ્સે ચારંથી પાંચ ફૂટ પાણીમાં તરતાં તરતાં સોસાયટીની બહાર આવી સંગમ ચાર રસ્તા સુધી પીછો કર્યો. અને અચાનક અદ્રશ્ય થઈ ગયાં. પરીવારે ભારે શોધખોળ કરી છતાં કોઈ પગેરૃ ન મળ્યું.

ભાઈ અને બહેનનો પ્રેમ પણ અજીબ હતો
આશરે છ વર્ષની ઉંમર ધરાંવતા બંન્ને મેઈલ અને ફીમેલ બ્રધર અને સિસ્ટર આસુ તથા ટોંટ્સ વચ્ચે તેઓ પ્રાણીઓ હોવાં છતાં ગજબનો પ્રેમ અને લાગણી હતા. ક્યાંય જાય તો તે બંન્ને સાથે જ જતા અને સાથે જ પાછા પણ ફરી જતાં હતા. તે બંન્ને સાથે જ જમતાં, અને સાથે જ સૂતા હતા. મોટાભાગે બંન્ને માત્ર દૂધ અને દૂધની મલાઈ ઉપર જ નિર્ભર કરતાં હતા.