વિડિઓ: ટાઇગર શ્રોફને આ એક વાતથી ડર લાગે છે, કહ્યું- હું જ્યારે પણ પ્રયત્ન કરું છું ત્યારે આંખો બંધ કરું છું

0
58

નવી દિલ્હી,તા:28 ટાઇગર શ્રોફ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ફિટ એક્ટરમાંનો એક છે, ટાઇગર હંમેશા પોતાના હાર્ડ વર્કઆઉટના વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરતો રહે છે. ફિલ્મોમાં એક્શન સીન કરતો એક્ટર અસલ જિંદગીમાં એક વાત ડર અનુભવે છે, આ વાતનો ખુલાસો તેને ખુદ એક વીડિયોમાં કર્યો છે.

ટાઇગર શ્રોફે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ફ્લિપ કરતો દેખાઇ રહ્યો છે. જોકે આવુ કરે ત્યારે ટાઇગર પોતાની આંખો બંધ કરી દે છે.

આ વીડિયોને શેર કરતા ટાઇગરે કેપ્શનમાં લખ્યું- હું હંમેશા પોતાની આંખો બંધ કરી લઉ છું. જ્યારે પણ ઉપર હોઉ છું. કોઇ બીજુ ઉંચાઇથી ડરે છે? એટલે કે ટાઇગરને ઉંચાઇથી ડર લાગે છે. ફેન્સે ટાઇગરના આ વીડિયો પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આપી છે. ટાઇગરના આ વીડિયોને અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

અભિનેતાના કેરિયરની વાત કરીએ તો ટાઇગરની ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2014માં આવેલી ફિલ્મ હીરોપંતીથી થઇ હતી. આ ફિલ્મમાં ટાઇગરના સાથે કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મ બાદ ટાઇગર બૉલીવુડની કેટલીય ફિલ્મોમાં દેખાઇ ચૂક્યો છે.