વિદેશીઓને અપાયેલા વિઝા પર પ્રતિબંધ ચાલુ રહેશે : ગૃહ મંત્રાલય

0
88

નવી દિલ્હી
તા : 06
દેશમાં કોવિડ-19 મહામારી ચાલુ રહેવાના કારણે કેન્દ્રીય ગૃહ બાબતોના મંત્રાલયે 17.04.2020ના રોજ વિદેશીઓને આપવામાં આવેલા તમામ વીઝા મોકુફ રાખવાનો નિર્ણય ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે રાજદ્વારી અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર/ આંતરરાષ્ટ્રીય સંગઠનો, રોજગાર અને પ્રોજેક્ટની શ્રેણીમાં આવતાં લોકોને 3 મે, 2020 સુધી આ નિર્ણય લાગુ પડશે નહીં.

આ બાબત ઉપર પુનઃવિચારણાં હાથ ધરાતાં હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ભારત સરકાર દ્વારા ભારતમાં આવતાં કે ભારતમાંથી બહાર જતાં મુસાફરોનો આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી ઉપર પ્રતિબંધ ઉઠાવી લેવામાં ન આવે ત્યાં સુધી રાજદ્વારી અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર/ આંતરરાષ્ટ્રીય સંગઠનો, રોજગાર અને પ્રોજેક્ટ શ્રેણીના વ્યક્તિઓ સિવાય વિદેશી નાગરિકોને આપવામાં આવેલા તમામ પ્રવર્તમાન વીઝા મોકૂફ રહેશે.