વિરાટ કોહલી વર્તમાન સમયના બેસ્ટ બેટ્સમેન છે : ઈયાન ચેપલ

0
56

સિડની
તા : 19
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલનું માનવું છે કે, પોતાના શાનદાર ક્રિકેટિયા શોટ્સ અને શાનદાર ફિટનેસના આધારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આ સમયે ત્રણે પ્રારૂપોમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. ચેપલે, ‘ધ આર કે શો’ પર કહ્યું છે કે, સ્ટીવન સ્મિથ, કેન વિલિયમ્સન અને જો રુટમાંથી વિરાટ કોહલી ત્રણે પ્રારૂપોમાં સર્વશ્રેષ્ઠ છે. તેમાં કોઈ શંકા નથી. તેમને જણાવ્યું છે કે, ત્રણે પ્રારૂપોમાં તેમનો રેકોર્ડ શાનદાર છે. ખાસકરીને સીમિત ઓવરોના પ્રારૂપમાં.

અગાઉ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેવિન પીટરસને કહ્યું હતું કે, ઓસ્ટ્રેલીયન બેટ્સમેન સ્ટીવન સ્મિથ વિરાટ કોહલીની આજુબાજુ પણ નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૦ સદી સહિત ૨૦૦૦૦ થી વધુ રન બનાવી ચુકેલા વિરાટ કોહલીની ત્રણે પ્રારૂપોમાં એવરજ ૫૦ થી વધુ છે. તેમનાથી જયારે પૂછવામાં આવ્યું કે, તે વિરાટ કોહલીને સર્વશ્રેષ્ઠ કેમ માને છે, ત્યારે ચેપલે કહ્યું છે કે, મને બેટિંગમાં તેમની રીત પસંદ છે. ભારતીય ટીમ જ્યારે છેલ્લી વખત ઓસ્ટ્રેલીયા આવી હતી, ત્યારે અમે તેમનું ઈન્ટરવ્યું લીધું હતું. મને ત્યારે તેણે જણાવ્યું હતું કે, તે ટી-૨૦ ક્રિકેટની જેમ બેટિંગ કેમ કરતા નથી.

તેમને કહ્યું હતું કે, તે નથી ઈચ્છતા કે પાંચ દિવસ પ્રારૂપમાં તે રીતના શોટ્સ તેમની બેટિંગમાં આવે. અમારા સમયમાં સીમિત ઓવરમાં વિવિયન રિચર્ડ્સની પાસે શાનદાર ક્રિકેટ શોટ્સ હતા. તે બોલને સારી રીતે મારતા હતા કે, ખુબ ઝડપથી રન બનતા હતા. વિરાટ કોહલી પણ તેજ છે. તે પારંપરિક ક્રિકેટ શોટ્સ સારી રીતે રમે છે. વિરાટ કોહલીની ફિટનેસની પણ કોઈ સરખામણી નથી. તેમને જણાવ્યું છે કે, ‘કોહલીની ફિટનેસ અને વિકેટોની પાછળ દોડ કમાલની છે. તે ખુબ જ ફીટ છે અને તેમની કેટલીક ઇનિંગો શાનદાર રહી છે. તેમની કેપ્ટનશીપ પણ બિન્દાસ છે અને તે હારવાથી ડરતા નથી. તે જીતના પ્રયત્નમાં હર માટે પણ તૈયાર રહે છે.