વિશાલ ચિતલાંગ્યાએ 17 લાખના વાર્ષિક પેકેજની જોબ ફક્ત કેટ એક્ઝામ ક્લિયર કરવા માટે છોડી…જાણો કેટલા પર્સેન્ટાઈલ મેળવ્યા

0
101

અમદાવાદ,તા:05 24 વર્ષના વિશાલ ચિતલાંગ્યાએ 17 લાખના વાર્ષિક પેકેજની જોબ ફક્ત કેટ એક્ઝામ ક્લિયર કરવા માટે છોડી. જેને આ વખતે પ્રથમ પ્રયાસે 99.59 પર્સેન્ટાઈલ સાથે કેટની પરીક્ષા પાસ કરી છે. વિશાલે સી.એ. ફાઈનલમાં ઓલ ઈન્ડિયા 40મો રેન્ક મેળવ્યો હતો. ત્યારબાદ મુંબઈની કંપનીમાં ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે 9.5 લાખના પેકેજ સાથે આજથી ત્રણ વર્ષ પહેલા પ્રથમ જોબ શરૂ કરી હતી. ત્યારે તેની ઉંમર માત્ર 21 વર્ષની હતી.વિશાલ પહેલાથી જ ટોપર્સ રહ્યો છે. જેને ધોરણ 10 અને 12માં 90 ટકા મેળ‌વ્યા હતા. આ સ્ટડી તેને ગુજરાત બોર્ડમાં રહીને કરી હતી. હાલ અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહે છે.

45 દિવસમાં 30 મોક ટેસ્ટ સોલ્વ કર્યા

એક્ઝામની પ્રિપરેશનને અંગે વધુમાં જણાવ્યું હતું કે, કેટ માટે મેં ઓગસ્ટ 2019થી તૈયારી શરૂ કરી હતી. એક્ઝામ પહેલા ફક્ત સાડા ત્રણ મહિના જ મહેનત કરી હતી. મારી યુએસબી એક્ઝામની પ્રિપરેશનમાં મોક ટેસ્ટ હતી. છેલ્લા 45 દિવસમાં 30 મોક ટેસ્ટ સોલ્વ કર્યા હતા. મોક ટેસ્ટથી એક્ઝામમાં પ્રેશર હેન્ડલ કરતા શિખ્યો આ સાથે તેમાં થયેલી ભૂલનું એનાલિસિસ જાતે કરતો હતો. ઓછો સમય હતો એટલા કન્સેપ્ટ ક્લિયર રાખી ચેપ્ટરવાઈઝ સોલ્યુશન કરતો હતો.પોણા ત્રણ વર્ષમાં તેને પ્રમોશન મળતા આ પેકેજ વધીને 17 લાખ થયું હતું. પરંતુ આઈઆઈએમ અમદાવાદમાં ભણવાની ઈચ્છા હતી એટલા માટે ત્રણ વર્ષ પછી આ જોબ છોડી દીધી અને કેટની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી છે.

પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું સપનું

વિશાલે કહ્યું હતું કે, ક્વોલિફિકેશન અને નેટવર્ક વધારવું હતું જે માટે આઈઆઈએમ અમદાવાદમાં એડમિશન મેળવવા માગું છું. ત્યાં એડમિશન મળશે તો મેનેજમેન્ટમાં ફાઈનાન્સ કરીશ. તેમાં પણ ખાસ કરીને ટેકનોલોજી અને ફાઈનાન્સ (ફિનટેક)માં ખુદનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માગું છું.