વિશ્વમાં કુલ સંક્રમિતોનો આંક 8.36 લાખ, વિશ્વમાં કુલ 41 હજારથી વધુના મોત

0
53

ઇન્ટરનેશનલ,તા:01 કોરોના વાઈરસના વિશ્વભરમાં 8,36,899 કેસ નોંધાઈ ચૂક્યા છે. મૃત્યુઆંક 41,237 થયો છે. અત્યાર સુધીમાં 1,74,502 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અમેરિકામાં 1,76,518 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યાર મૃત્યુઆંક 3431 થયો છે. ઈટાલીમાં કોરોનાનો કહેર યથાવત છે અહીં પોઝિટિવ કેસ 105792 થઈ ગયો છે અને મૃત્યુઆંક 12428 થયો છે. નોંધનીય છે કે,ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે , એક સહયોગીનો રિપોર્ટ પોઝિટિવ આવતા સેલ્ફ આઈસોલેટ થયા છે. સ્પેનમાં 24 કલાકમાં 553 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંત 8,269 થયો છે, જ્યારે ફ્રાન્સમાં 24 કલાકમાં 499 લોકોના મોત થયા છે.ઇટલીમાં સોમવારે કોરોનાવાયરસથી મરનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું. રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવ્યા હતા. ન્યૂયોર્કની ઐતિહાસિક એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર રેડ સાયરન લાઇટ ચમકી રહી છે.