વિશ્વમાં 2008થી પણ અર્થતંત્રમાં ભયંકર મંદી : IMF

0
37

નવીદિલ્હી
તા : 04
ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કહ્યું કે વિશ્વ મંદીથી પણ મોટા નાણાકીય સંકટમાં આવી ગઈ છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જીવાએ કહ્યું કે 2008ની મંદીથી પણ મોટા નાણાકીય સંકટમાં હાલ વિશ્વના દેશો આવી ગયા છે. જોર્જીવાએ કહ્યું કે આઈએમએફના ઈતિહાસમાં અમે ક્યારેય નથી જોયું કે વિશ્વના અર્થતંત્ર આ પ્રકારની અડચણો આવે. આર્થિક પ્રવૃતિઓને ફરી શરૂ કરવા માટે કોવિડ-19 સંક્રમણ પર કાબૂ મેળવવો જરૂરી છે. જો કે આ સાથે જ તેઓએ સ્વીકાર્યુ છે કે યોગ્ય સંતુલન મેળવવું એટલું સહેલું નહીં હોય. કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર જ ઘણી ખરાબ અસર જોવા મળી રહી છે. વિશ્વની અડધીથી વધુ વસ્તી હાલ લોકડાઉનના પગલે ઘરેથી કામ કરી રહી છે. વિશ્વભરમાં આ મહામારીથી અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે જ્યારે 10 લાખથી વધુ આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે.