વેરાવળની મિનારા મસ્જિદમાંથી 33 તબલીગી જમાતીઓ મળતા ખળભળાટ

0
117
તા:04   દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતે તબલીગી જમાતમાં આયોજિત એક કાર્યક્રમમાં 10 લોકોનાં મોત કોરોનાને કારણે થતાં સમગ્ર દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતમાંથી પહેલાં ભાવનગર અને બોટાદનાં લોકો દિલ્હી ગયા હોવાનું સામે આવ્યું હતું. તેવામાં હવે સુરતમાંથી પણ 76 લોકો દિલ્હીની જમાતમાં ગયા હતા. જેમાંથી 72 લોકોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો હજુ પણ લાપતા હોવાનું ખુલ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે એક યાદી મોકલીને રાજ્ય સરકારને ચેતવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાંથી પણ 76 લોકો ગયા હોવાનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ધ્યાને આવ્યું હતું. સુરત મનપા દ્વારા તે લોકોનું એક લિસ્ટ પણ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સેન્ટ્રલ ઝોનમાંથી 33, વરાછા ઝોન-બી – 3, રાંદેર ઝોન – 6 , કતારગામ ઝોન , ઉધના અને અઠવાઝોનમાં 7 – 7 – 7 તેમજ લિંબાયત ઝોન 9 વ્યક્તિ ગયા હતાં. સુરત મનપાએ ઉપરોક્ત 72 વ્યક્તિઓનું લિસ્ટ બનાવી તેઓને ક્વોરન્ટાઈન કરી દીધા હતા. જ્યારે હજુ પણ અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.
દિલ્હીના તબલીગી જમાતીઓએ કોરોના સંક્રમણે સમગ્ર દેશભરમાં ભય ફેલાવ્યો છે. આ જમાતીઓએ પણ ગુજરાતની સ્થિતિ કપરી કરી મૂકી છે કારણ કે ગુજરાતમાં છેલ્લા મોટાભાગના પોઝિટીવ કેસો તેમના લીધે જ સામે આવ્યા છે. ત્યારે ગીર સોમનાથમાં તબલીગી જમાતના 33 લોકો ક્વોરન્ટાઈન કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વિશે એવું જાણવા મળી રહ્યું છે કે તમિલનાડુના 33 લોકો ગુજરાતના વેરાવળની મસ્જિદમાં રોકાયા હતા. વેરાળની મિનારા મસ્જિદમાં તમિલનાડુના 33 લોકો રોકાયેલા હોવાથી હાલ SOG દ્વારા તમામની તપાસ કરવામાં આવી રહી છે.