વિશ્વની મહાસત્તા જ્યારે અમદાવાદ આવી રહી છે ત્યારે તેને આવકારવા ગુજરાતીઓ પણ ઉત્સુક છે. મહેમાનોના સ્વાગત માટે અને તેમાં પણ ખાસ કરીને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન બની રહ્યા છે ત્યારે તેનું સ્વાગત કરવા અલગ-અલગ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કલાકારો દ્વારા પોતાના શબ્દો અને સૂર વડે તમામ લોકો તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીનું ભવ્ય સ્વાગત કરશે.

ભારતભરના દિગ્ગજ કલાકારો ને મોટેરા સ્ટેડિયમ ખાતે પરફોર્મન્સ આપવા બોલાવવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાંથી પણ અનેક કલાકારોને મોટેરા સ્ટેડિયમ પર પરફોર્મન્સ માટે આમંત્રણ અપાયું છે. જેમાં ખાસ કરીને કિર્તીદાન ગઢવી, પાર્થિવ ગોહેલ અને સાંઈરામ દવે દ્વારા અલગ-અલગ ગીતોથી સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડી સંસ્કૃતિનું અલગ નજરાણું લોકો સમક્ષ સંભળાવશે.

સાંઈરામ દવે એ જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ માં ડાયરો કરવાનું સપનું હતું અને મોદી સાહેબ વ્હાઇટ હાઉસને જ મોટેરામાં લઇ આવી રહ્યા છે. 24 ફેબ્રુઆરી મોટેરના સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે. કીર્તિદાન ગઢવીએ પણ જણાવ્યું હતું જે તેઓ અમદાવાદમાં પરફોર્મન્સ આપવા ખૂબ ઉત્સુક છે અને ખૂબ આનંદની લાગણી અનુભવે છે.

આમ તો તેમના ઘણા બધા ગીતો પ્રચલિત છે પરંતુ કિર્તીદાન ગઢવી ખાસ તેરી લાડકી અને નગર મે જોગી આયા ગીત ગાવા નું પસંદ કરશે તો સાથે જ પાર્થિવ ગોહિલ પણ તેના અલગ અંદાજમાં લોકો સમક્ષ ગીતો રજૂ કરશે. તોઆમ તો કાઠીયાવાડી સંસ્કૃતિમાં દરેક મહેમાનને અલગ અંદાજમાં આવકારો આપવામાં આવે છે ત્યારે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ કલાકારો પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેમાનગતિ ને આવકારવા ઉત્સુક છે.