શરદ પવારના મુંબઈ નિવાસસ્થાનમાં 4 વ્યક્તિ કોરોના પોઝિટિવ

0
76

મુંબઈ,તા:17

દક્ષિણ મુંબઈમાં એનસીપીનાં પ્રમુખ શરદ પવારનાં નિવાસસ્થાનનાં ચાર જવાનો કોરોનાવાયરસ સંક્રમિત હોવાનુ સામે આવ્યુ છે. જો કે, તપાસ રિપોર્ટમાં પવારને ચેપ ન લાગ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. મહારાષ્ટ્રનાં આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સોમવારે આ માહિતી આપી હતી.

ટોપે પત્રકારોને જણાવ્યું હતું કે, પવારને ચેપ લાગ્યો નથી, પરંતુ તેમને આગામી કેટલાક દિવસો સુધી કોઈ પણ પ્રવાસ પર ન જવાની સલાહ આપવામાં આવશે. પ્રધાને કહ્યું કે, “પવારનાં સિલ્વર ઓક” નાં નિવાસસ્થાનમાં કામ કરતા એક કૂક્સ, બે સુરક્ષાકર્મી સહિત ચાર લોકો કોરોનાવાયરસની સંક્રમિત થયા હોવાનુ સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, રવિવારે પવારને તપાસ માટે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને રિપોર્ટમાં પુષ્ટિ મળી છે કે તેમને ચેપ લાગ્યો નથી.

ટોપેએ કહ્યું, “તે સ્વસ્થ છે… પરંતુ તેમને આગામી થોડા દિવસો માટે રાજ્યનાં પ્રવાસ પર ન જવાની વિનંતી કરવામાં આવશે.” તેમણે કહ્યું હતું કે માનક પ્રક્રિયા મુજબ રક્ષકો અને સુરક્ષા કર્મીઓનાં સંપર્કમાં આવતા લોકોને શોધી કાઠવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એનસીપીનાં વડા તાજેતરમાં જ સાતારા જિલ્લાની કરાડ તહસીલની મુલાકાતથી પરત ફર્યા છે, જ્યાં તેઓ રાજ્યનાં સહકારી મંત્રી અને એનસીપીનાં નેતા બાલાસાહેબ પાટીલને મળ્યા હતા. પાટિલ શુક્રવારે કોવિડ-19 સંક્રમિત હોવાનુ સામે આવ્યુ હતુ.