શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ,૭ લાખથી વધુ રૂપિયા ગીતા રબારીના ડાયરામાં ઉડ્યા

0
251

નવસારી,તા:15
દક્ષિણ ગુજરાતમાં ડાયરાની રમઝટ અલગ અલગ કલાકારો દ્વારા જામી છે ત્યારે નવસારીના એંધલ ગામે ચંડિકા માતાજીના મંદિરની 26મી વર્ષગાંઠ નિમિતે યોજાયેલ લોક ડાયરામાં ગાયિકા ગીતા રબારીએ મોટી સંખ્યામાં આવેલા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

ગીતા રબારીએ ડાયરાની શરૂઆત કરતા પેહલા પુલવામામાં હુમલાને એક વર્ષ પૂર્ણ થતા શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપી ડાયરાની શરૂઆત કરી હતી.ડાયરામાં ગીતા રબારીના કોયલ કંઠને વધાવવા લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. સાથે દાનનો પ્રવાહ પણ ડાયરા દરમિયાન અવિરત વેહ્તો રહ્યો હતો અને ૭ લાખથી વધુ રૂપિયા ગીતા રબારીના ડાયરામાં હવામાં ઉડ્યા હતા.

ડાયરામાં અંદાજે દાન સહિત 15 લાખથી વધુની રકમ એકઠી થઇ હતી .ઠંડીની મૌસમમાં આવતા એનઆરઆઈ મહિલાઓ બાળકો સહિત અનેક લોકોએ પણ ડાયરાની રમઝટ સાથે રૂપિયાનો વરસાદ પણ કર્યો હતો. ડાયરામાં ૨૦, ૫૦,૧૦૦ ૨૦૦ અને ભારતીય ચલણની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો…