શ્રીલંકા સામેની ટી-૨૦ અને વનડે સીરીઝ માટે પાક ટીમની જાહેરાત

0
70

કરાચી
તા : 02
પાકિસ્તાનના મુખ્ય પસંદગીકર્તા અને કોચ મિસ્બાહ ઉલ હકે શ્રીલંકા સામે રમાવનારી સીમિત ઓવરોની ઘરેલું શ્રેણી માટે ઉમર અકમલ અને અહેમદ શહેજાદને સંભવિત ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. શ્રીલંકાના ૧૦ ખેલાડીઓએ પાકિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા શ્રેણીથી નામ પરત લઇ લીધું છે જેનાથી તેમનું આયોજન પર અનિશ્વિતતા બની ગઈ છે.

સીનીયર ખેલાડી મોહમ્મદ હફીઝ અને શોએબ મલિકને સંભવિત ખેલાડીઓની યાદીમાં જગ્યા મળી નથી કેમકે પીસીબીએ બંનેને ૧૨ ઓક્ટોબર સુધી કેરેબિયન પ્રીમિયર લીગમાં રમવાની મંજૂરી આપી છે. પાકિસ્તાનને શ્રીલંકા સામે ૨૭ સપ્ટેમ્બરથી ત્રણ વનડે મેચને કરાચી જ્યારે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીને લાહૌરમાં રમવાની છે. આ પ્રવાસ નવ ઓક્ટોબરના સમાપ્ત થશે.

શ્રીલંકન ટીમે પ્રવાસની પુષ્ટિ કરી નથી. સુરક્ષા કારણોથી લસિથ મલિંગા સહિત ઘણા ખેલાડીઓએ નામ પરત લઇ લીધું છે. આઈસીસી આ શ્રેણી માટે મેચ અધિકારીઓને નિમણુક કર્યા પહેલા સ્થિતિની સમિક્ષા કરવા માટે સ્વતંત્ર સુરક્ષા સલાહકારને કરાચી અને લાહૌર મોકલશે.

પાકિસ્તાનની ટીમ : સરફરાઝ અહેમદ (કેપ્ટન), બાબર આઝમ (વાઈસ-કેપ્ટન), આબિદ અલી, ફહીમ અશરફ, અહેમદ શહેજાદ, આસિફ અલી, ફખર જમાન, હારીસ સોહેલ, હસન અલી, ઇફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, ઈમામ-ઉલ-હક, મુહમ્મદ આમીર, મુહમ્મદ હસનૈન, મુહમ્મદ નવાઝ, મુહમ્મદ રિઝવાન, શાદાબ ખાન, ઉમર અકમલ, ઉસ્માન શિનવારી અને વહાબ રિયાઝ.