શ્રી કિસાન સંઘના પ્રમુખ સંજય ચૌહાણ દ્રારા વલ્લભીપુરના મામલતદારને અપાયું આવેદન પત્ર

0
65

ભાવનગર,તા:14

  • નેટવર્ક ન્યૂઝના સમર્થનમાં ગુજરાત
  • ગુજરાતભરના જિલ્લાઓમાં અપાશે આવેદનપત્ર
  • વલ્લભીપુરના મામલતદારને અપાયું આવેદનપત્ર
  • વહેલામાં વહેલી તકે ચેનલ શરૂ કરવા માગ

 

નેટવર્ક ન્યૂઝ ગુજરાત કે જેને ખેડૂતો,પશુપાલકો,વિદ્યાર્થીઓ,મહિલાઓ,દલિતો,આદિવાસીઓ,ગરીબોનું દર્દ, તકલીફ, વ્યથા સરકાર સામે એક ભરોસાથી મૂકી કે તેમને ન્યાય મળી શકે પરંતુ સતાના નશામાં મદમસ્ત બનેલા કેટલાક અધિકારીઓને તે મંજૂર નથી.આથી આજથી ગુજરાતના મોટા મોટા હિન્દુવાદી સંગઠનો,સામાજિક સંગઠનો,સામાજિક આગેવાનો,ગુજરાતના લોકો ગુજરાતના ખૂણે ખણે સરકારના અધિકારીઓને આવેદનપત્ર આપી નેટવર્ક ન્યૂઝ ચેનલ કે જે જી.ટી.પી.એલ 275 નંબર પર આવે છે તેને વહેલામાં વહેલી તકે શરૂ કરવા માટે વિનંતી કરશે અને જો આ સતાના નશામાં મદમસ્ત અધિકારીઓ જો કોઈ યોગ્ય પગલા ના ભરે તો આગામી સમયમાં ગુજરાતમાં નેટવર્ક ન્યૂઝના સમર્થનમાં એક નવા મસમોટા આંદોલનના મંડાણ થશે.ત્યારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના મામલતદારને શ્રી કિસાન સંઘના પ્રમુખ સંજય ચૌહાણ દ્રારા આવેદનપત્ર આપી નેટવર્ક ન્યૂઝ ગુજરાતને વહેલામાં વહેલી તકે શરૂ કરવા માગ કરી હતી.