સંજય દત્તનું ઓક્સિજનનું લેવલ ઓછું થતા લીલાવતી હોસ્પિટલમાં દાખલ

0
64

મુંબઈ,તા:09

ફિલ્મ અભિનેતા સંજય દત્તને લીલીવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. 61 વર્ષીય સંજય દત્તનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જતાં તેમને ગભરામણ થતી હતી. તેમનો એન્ટિજન ટેસ્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યો છે. RT PCR માટે તેમનો સ્વાબ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તેમને ICUના નોન કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યા છે.

કેરળ દુર્ઘટનાને લઈ છેલ્લે ટ્વિટ કર્યું હતું

સંજય દત્ત ટ્વિટર પર સક્રિય છે. તેમણે છેલ્લે 7 ઓગસ્ટની રાત્રે 11:42 વાગે કેરળના કોઝીકોડમાં જે વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈ એક ટ્વિટ કર્યું હતું. આ ઘટનાને લઈ તેમણે દુખ વ્યક્ત કર્યું હતું.

10 દિવસ અગાઉ 61મા જન્મ દિવસની ઉજવણી કરી હતી

29 જુલાઈ, 1959ના રોજ મુંબઈમાં જન્મેલા સંજય દત્તે 10 દિવસ અગાઉ તેમનો 61મો જન્મ દિવસ ઉજવ્યો હતો. દિવંગત અભિનેતા સુનીલ દત્ત અને અભિનેત્રી નરગિસના એકમાત્ર સંતાન છે. સંજય દત્તે ત્રણ લગ્ન કર્યા છે. સંજય દત્તે પ્રથમ વખત અભિનેત્રી ઋચા શર્મા સાથે (1987) લગ્ન કર્યા હતા. પણ ઋચાનું 1996માં બ્રેઈન ટ્યુમરને લીધે મૃત્યુ થયુ હતું. ત્યારબાદ તેણે રિયા પિલ્લાઈ સાથે લગ્ન કર્યા હતા. પણ બન્નેનું લગ્ન જીવન લાંબુ ચાલ્યુ નહીં અને બાદમાં છૂટાછેટા લીધા. રિયાથી અલગ થયા બાદ સંજયે માન્યતા સાથે વર્ષ 2008માં લગ્ન કર્યા.