સંયુક્ત રાષ્ટ્રએ ફરી કાશ્મીરને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો

0
54

યુએન
તા : 07
જમ્મુ-કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાન વધુ એક વખત યુનાઈટેડ નેશન્સની સુરક્ષા પરિષદમાં ઉઠાવ્યો હતો, પરંતુ પાકિસ્તાનની દાળ વધુ એક વખત ગળી ન હતી. યુએને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે અને બંને દેશોએ એ દ્વિપક્ષીય વાર્તાલાપથી ઉકેલવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્રની એક બેઠકમાં પાકિસ્તાને વધુ એક વખત જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. એ વાતને ચીને સમર્થન આપ્યું હતું. પરંતુ સુરક્ષા પરિષદે કહ્યું હતું કે આ મુદ્દો ભારત-પાકિસ્તાનને સંવાદથી ઉકેલવો જોઈએ.

કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે અને એમાં અન્યની દખલગીરી ભારત સ્વીકારતું નથી. યુએને એવું પણ કહ્યું હતું કે એ મુદ્દો એવો નથી કે જેમાં સમય અને ધ્યાન આપવું જોઈએ. એ બંને પક્ષોએ આંતરિક સમજૂતિથી ઉકેલવો પડશે.

પાકિસ્તાને ચીનની મદદથી ભારતને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું, પણ પાકિસ્તાનના નાપાક પ્રયાસો નિષ્ફળ નીવડયા હતા. આ માહિતી ભારતના પ્રતિનિિધ ટીએસ તિરૂમૂર્તિએ આપી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ રદ્ થઈ તેને એક વર્ષ થયું એ મુદ્દે પાકિસ્તાને રજૂઆત કરી હતી, પરંતુ વધુ એક વખત પાકિસ્તાનને અન્ય કોઈ પણ દેશનું સમર્થન મળ્યું ન હતું. પાકિસ્તાનને ચીને સમર્થન આપ્યું હતું. એ મુદ્દે ભારતે ચીનને ચેતવણી આપી છે કે ચીન ભારતના આંતરિક મુદ્દામાં દખલગીરી ન કરે. ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અને ચીનના આ પગલાંની ઝાટકણી કાઢી હતી.