સંસદની એનેક્સી બિલ્ડિંગમાં શોર્ટ સર્કિટથી લાગી આગ

0
56

નવી દિલ્હી
તા : 17
નવી દિલ્હીના સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં આગ લાગી છે. મળતી માહિતી અનુસાર એનેક્સી બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ જણાવાઈ રહ્યું છે. અત્યારે ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગવાની સૂચના મળતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે ફાયરબ્રિગેડની 5 ગાડીઓ આગ ઓલવવાના કામમાં લાગી ચૂકી છે. ફાયરબ્રિગેડે આપેલી માહિતી અનુસાર કોઈ જાનહાનિ થઈ નથી.