સલમાન ખાને પિતા સલીમ ખાનને ફાધર્સ ડે પર ખાસ રીતે અભિનંદન પાઠવ્યા

0
107

મુંબઈ,તા:21 21 જૂને વિશ્વભરમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો કોરોના વાયરસને કારણે બહાર ઉજવણી કરી શકતા નથી, જેના કારણે તેઓ સોશિયલ મીડિયા પર તેમના પિતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તેના પિતા સલીમ ખાનને ફાધર્સ ડે પર ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે. સલમાનને એક વિડીયો શેર કરીને જૂની યાદો તાજી કરી છે.

સલમાન ખાને જે વીડિયો શેર કર્યો છે જેમાં સલીમ ખાનની એક તસ્વીરો છે. તેમજ સલીમ ખાન પુત્રો સલમાન ખાન, દીકરીઓ અને આખા પરિવાર સાથે નજરે પડે છે. લોકોને આ વિડીયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોના કેપ્શનમાં સલમાન ખાને લખ્યું, “હેપ્પી ફાધર્સ ડે, તમારા પિતા તમારાથી જે બેસ્ટ ગિફ્ટ ઈચ્છે છે એ છે તમે ખુશ રહો. બાળકો ખુશ તો પિતા પણ ખુશ.”

ફિલ્મ ઉદ્યોગમાં સલમાન અને સલીમ ખાનની પિતા-પુત્રની જોડી ખૂબ પ્રખ્યાત છે. તેમના બંધન હંમેશાં ચર્ચામાં રહે છે. સલીમ ખાન દરેક પળમાં પોતાના પુત્ર સલમાનને ટેકો કરતા નજરે પડે છે.