સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ થેરીની રિમેકમાં જોવા મળશે વરુણ ધવન

0
62

મુંબઈ
તા : 23
બોલીવુડ સ્ટાર વરુણ ધવન પોતાના ચાહકોની વચ્ચે ખાસ જગ્યા બનાવી ચુક્યા છે. તે પોતાની બેક ટુ બેક મસાલાદાર ફિલ્મો દ્વ્રારા ચાહકોના દિલ પર છવાયેલા છે. તેમ છતાં અભિનેતાની છેલ્લી ફિલ્મ કલંક અને સ્ટ્રીટ ડાન્સર ૩ડી ખાસ કમાલ દેખાડી શકી નહોતી અને તેમના ચાહકોને તેનાથી ઘણી નિરાશા થઈ હતી. એક રિપોર્ટ મુજબ અભિનેતા વરુણ ધવનના ચાહકો માટે ખુશીના સમાચાર આવ્યા છે કે, તમિલ ફિલ્મોના જબરદસ્ત નિર્દેશક એટલીએ પોતાની આગામી ફિલ્મ માટે અપ્રોચ કર્યા છે. આ સાઉથ સુપરસ્ટાર થાલાપથી વિજયની બ્લોકબસ્ટર ફિલ્મ થેરી છે. જેની રીમેકની પ્લાનિંગ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મ માટે અભિનેતા વરુણ ધવનને અપ્રોચ કરવામાં આવ્યા છે. અભિનેતા વરુણ ધવને પણ આ ફિલ્મ માટે ઉત્સુકતા દેખાડી દીધી હતી. પરંતુ હજુ એ સ્પસ્ટ થયું નથી કે, અભિનેતાએ આ ફિલ્મને સાઈન કરી છે અથવા નહીં.

એટલીની આ ફિલ્મ ડાર્ક એક્શન એન્ટરટેનર અને મસાલા ફિલ્મ હતી. જે બોક્સ ઓફીસ પર શાનદાર હીટ રહી હતી. હવે આ ફિલ્મને હિન્દીમાં બનાવવાની તૈયારી ચાલી રહી છે. તેમ છતાં એ સ્પસ્ટ નથી કે, શું પોતે એટલી આ ફિલ્મને નિર્દેશિત કરવાના છે અથવા આ ફિલ્મનું નિર્દેશક કોઈ બીજાને છોપવામાં આવ્યું છે. પરંતુ જો આ ફિલ્મમાં બોલીવુડ સ્ટાર વરુણ ધવનની એન્ટ્રી થશે તો આ જરૂર તેમની ફિલ્મી કારકિર્દીને બુસ્ટ કરી શકે છે. વરુણ ધવનને આ સમયે એક હીટની જરૂરત છે. તે પોતાની છેલ્લી રીલીઝ અને હિટ ફિલ્મો દ્વ્રારા કરોડો ચાહકોના દિલ પર રાજ કરી ચુક્યા છે. પરંતુ તાજેતરમાં તેમની કારકિર્દીમાં રુકાવટ જોવા મળી રહી છે. તેમ છતાં નજીકના સુત્રોનું માનીએ તો નિર્દેશક પોતાની બીજી ફિલ્મને લઈને વધુ વ્યસ્ત છે જેમાં તે શાહરૂખ ખાનની સાથે કામ કરવાની તૈયારીમાં છે. આ ફિલ્મ હજુ પ્રી-પ્રોડક્શન ફેઝમાં છે.