સાબરકાંઠા: 25 આદિવાસી આગેવાનોની ગાંધીનગર સત્યાગ્રહ છાવણી તરફ કુચ કરતા કરાઈ અટકાયત

0
239

સાબરકાંઠા,તા:02 ગીરના માલધારીઓને આદિવાસી સર્ટી આપવાનો મુદ્દો હવે વેગ પકડતો જાય છે… આદિવાસી સમાજના લોકો હવે આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે.. ત્યારે આજે વિધાનસભાના દંડક અને ખેડબ્રહ્માના આદિવાસી ધારાસભ્ય અશ્વિન કોટવાલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનો કાર્યક્રમ આપેલો… ખેડબ્રહ્મા, વિજયનગર ને અને પોશીના તાલુકાના ૫૦૦ થી વધુ આદિવાસીઓ આ ધરણામાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી… હિમતનગરના મોતીપુરા સર્કલ પાસેથી ૩૦ જેટલા આદિવાસી સમાજના લોકોની ધારાસભ્ય અશ્વિન કોટવાલ સહીત અટકાયત કરવામાં આવી હતી… તો જાદર પોલીસે પણ ત્રણ ગાડીઓ ડીટેઈન કરી ૨૪ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી…આદિવસી સમાજનો સરકારી નોકરીમાંથી કાંટો કાઢી નાખવાનો સરકારનો આ પ્રયાસ હોવાનું ધારાસભ્ય અશ્વિન કોટવાલે જણાવ્યું હતું…