સુનીલ શેટ્ટી સાથે ઐશ્વર્યાએ કર્યું હતું કામ, ફિલ્મ ક્યારેય રિલીઝ થઇ નહિ, વીડિયો વાયરલ

0
572

મુંબઈ,તા:07 ઐશ્વર્યા રાય બચ્ચન હાલ ભલે ફિલ્મોથી દૂર હોય પણ સોશિયલ મીડિયા દ્વારા તે પોતાના ફેન્સની નજીક રહેવાનો પ્રયાસ જરૂરથી કરે છે. લોકડાઉનના આ સમયે લોકો સોશિયલ મીડિયા અને ટીવી અને ફિલ્મ જોઇને સમય પસાર કરી રહ્યા છે. ત્યારે લોકડાઉનના આ સમયમાં ઐશ્વર્યા રાય બચ્ચનનો એક જૂનો વીડિયો અચાનક વાયરલ થયો છે. જો કે આ વીડિયોની રસપ્રદ વાત એ છે કે આ ઐશ્વર્યાની આ ફિલ્મ કદી રીલિઝ જ નહતી થઇ.

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરસ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા રાય બચ્ચન ટ્રેડિશનલ લૂકમાં દેખાય છે. તેણે પર્પલ રંગની ચણિયાચોળી પહેરી છે. અને ઐશ્વર્યા રાય ડાન્સ સ્ટેપ કરી રહી છે. અને તેમણે સુંદર ધરેણાં પણ પહેર્યા છે. રિપોર્ટ મુજબ આ વીડિયો 1997માં શૂટ કરેલી ફિલ્મ રાધેશ્યામ સીતારામનો છે. જો કે આ ફિલ્મ રીલિઝ નહતી થઇ. અને આ ફિલ્મમાં ઐશ્વર્યા અને સુનિલ શેટ્ટી પહેલીવાર સાથે કામ કરવાના હતા.

 

આ વીડિયોમાં ફિલ્મનું ગીત શૂટ થઇ રહ્યું હોય તેમ લાગે છે જેમાં ઐશ્વર્યા કેટલાક ડાન્સિંગ સ્ટેપ કરી રહી છે. અને તે આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જો કે આ ફિલ્મ અધવચ્ચે જ બંધ કરવી પડી હતી. વધુમાં હાલમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને દિપક પ્રગ્ટાવાનું આહ્વાહન કર્યું હતું ત્યારે ઐશ્વર્યાએ પોતાના ઘરના મંદિર અને દિપકની તસવીર શેર કરી હતી. સાથે જ તેમણે પોતાની પુત્રી અને પતિ સાથે ઘરના મંદિર ખાતે પણ એક તસવીર શેર કરી હતી.