સુરતઃ મહાત્મા ગાંધીના પૌત્રવધુ શિવાલક્ષ્મી ગાંધીનું 94 વર્ષની વયે નિધન

0
104
  • મહાત્મા ગાંધીના પૌત્રવધુ હતા શિવાલક્ષ્મી ગાંધી
  • ભીમરાડ ખાતે મોડીરાત્રે થયું નિધન
  • લાંબા સમયથી બિમાર હતા શિવાલક્ષ્મી ગાંધી
  • સુરત ખાતે હતા સારવાર હેઠળ

સુરત,તા:08 સુરતના ભીમરાડમાં છેલ્લા બે વર્ષથી રહેતા ગાંધીજીના પૌત્રવધુ શિવાલક્ષ્મીનું 94 વર્ષની વયે ગ્લોબલ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે. તેઓ ઘરમાં પડી ગયા હતા. સાતેક દિવસથી તબિયત ખરાબ હતી. જેમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. ગાંધીજીના ત્રીજા નંબરના દીકરા રામદાસને બે દીકરીઓ સુમિત્રાબેન અને ઉષાબેન ઉપરાંત એક દીકરો કનુભાઈ હતા. કનુભાઈના લગ્ન શિવાલક્ષ્મી સાથે થયા હતા. 2013માં કનુભાઈ શિવાલક્ષ્મી સાથે ભારત આવ્યા હતા. તેમને કોઈ સંતાન નથી. શરૂઆતમાં દિલ્હી, બેંગલોર અને મરોલી આશ્રમમાં રહ્યા બાદ 2014માં કનુભાઈ પત્ની સાથે સુરતના શ્રી ભારતી મૈયા આનંદધામ વૃદ્ધાશ્રમમાં આવી ગયા હતા.