સુરતની લાજપોર જેલમાંથી 6 વર્ષીય દુષ્કર્મના આરોપીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

0
41

સુરતની લાજપોર જેલમાં 6 વર્ષીય દુષ્કર્મના આરોપીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મંગળવારની રાત્રે દુષ્કર્મના આરોપી શિવનાથ જેલની અંદરથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. શિવનાથની જેલમાં હત્યા કરવામાં આવી છે કે તેણે આત્મહત્યા કરી છે તે અંગે અનેક શંકાઓ ઉઠી છે. તો આ મામલે સચિન પોલીસે ફરિયાદ નોંધી છે. અને શિવનાથના પોસ્ટમાર્ટમની પ્રક્રિયા હાથ કરી છે.

6 વર્ષની માસૂમના દુષ્કર્મના આરોપી શિવનાથને લાજપોર જેલની હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવ્યો હતો. સફાઈના કપડાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ફાંસો ખાધા બાદ સુતેલી હાલતમાં લાશ મળી આવતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. હાલ તો તેના મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અને તેના રિપોર્ટ બાદ જ જાણવા મળશે કે તેણે આત્મહત્યા કરી છે કે નહીં.

શિવનાથનો દુષ્કર્મ કેસ

સુરતના પાંડેસરા વિસ્તારમાં 49 વર્ષીય શિવનાથ શર્માએ 6 વર્ષીય બાળકીને ચોકલેટની લાલટ આપીને તેનાં પર દુષ્કર્મ આચર્યું હતું. બાળકીને પેટમાં દુખાવો થતાં તેણે આ અંગે માતાપિતાને જાણ કરી હતી. જે બાદ શિવરાજનો ભાંડો ફૂટ્યો હતો. 19 જુલાઈના રોજ શિવરાજ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.