સુરતમાં કોરોનાના અત્યાર સુધીમાં 3191 કેસ નોંધાયા

0
64

સુરત
તા : 19
સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 3191 થઈ ગઈ છે. જ્યારે ગત રોજ એક જ દિવસમાં પાંચ દર્દીના મોતથી મૃત્યુઆંક 123 થયો છે. ગત રોજ શહેર જિલ્લામાંથી 51 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં 2146 પર પહોંચી ગઈ છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલના વધુ એક તબીબ તેમજ બે પ્રાઈવેટ તબીબ સહિત 3 તબીબ, પ્રાઈવેટ હોસ્પિટલની નર્સ, પુજારી, હેડ કોન્સ્ટેબલ, સ્કુલવાન ડ્રાઈવર તેમજ 18 રત્નકલાકારોનો સમાવેશ થયો છે.

નવી સિવિલ હોસ્પિટલના વધુ એક તબીબ સંક્રમીત થયા છે. તેવી જ રીતે કતારગામ વિસ્તારમાં પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા અન્ય બે તબીબોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે મહાવીર હોસ્પિટલમાં ફરજ બજાવતી એક નર્સ પણ સંક્રમીત થઈ છે. ગુરુવારે ચારેયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વરાછાના એક પુજારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગુરુવારે વધુ એક પુજારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વરાછા વિસ્તારમાં રહેતા અને ફુલપાડા ખાતે પુજાપાઠ કરતા પુજારીને કોરોનાના લક્ષણો બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈચ્છાપોર પોલીસ મથકમાં ફરજ બજાવાત એક હેડ કોન્સ્ટેબલનો રિપોર્ટ પણ ગુરુવારે પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં રહેતા એક સ્કુલ વાન ડ્રાઈવર તેમજ કતારગામ વિસ્તારમાં રહેતા અને સહારા ઈન્ડિયામાં ફરજ બજાવતા ડ્રાઈવરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.