સુરતમાં BJPના કાર્યકરની લુખ્ખી દાદાગીરી, વતન મોકલવા શ્રમિકો પાસે લાખો પડાવ્યા,

0
135
  • સુરતમાં લોકડાઉન વચ્ચે પરિવાર રસ્તા ઉપર રહેવા મજબૂર
  • ભાજપ કાર્યકરની રાજેશ વર્માની દાદાગીરી
  • પરપ્રાંત મોકલવા માટે ટિકિટ મુદ્દે થઈ માથાકૂટ

સુરત,તા:08 ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. કોરોનામાં લોકડાઉન વચ્ચે ધંધા-રોજગાર બંધ થતાં રાજ્યમાં મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. પરપ્રાંતિય શ્રમિકો હોય કે રાજ્યના બીજા જિલ્લામાં કામને લઇને આવેલા લોકો હોય તેઓની પરિસ્થિતિ સૌથી વધુ કપરી જોવા મળી રહી છે. જો કે સુરતના ગોડાદરા વિસ્તારમાં રઝળતા પરિવારનો વીડિયો વાયરલ થયો છે. જો કે આ પરિવાર સાથે ભાજપના કાર્યકરે દાદાગીરી કરી હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી છે.

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર સુરતમાં લોકડાઉન વચ્ચે પરિવાર રસ્તા પર ઉતરવા મજબૂર બન્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના ગોડાદરા વિસ્તારમાં રઝળતા પરિવારનો આ વીડિયો વાયરલ થયો છે.આ રઝળતા પરિવાર સાથે ભાજપના કાર્યકર રાજેશ વર્માએ દાદાગીરી કરી હોવાની માહિતી બહાર આવી છે. આ પરિવાર સાથે પરપ્રાંત મોકલવા માટે ટિકિટ મુદ્દે માથાકૂટ થઇ હતી. જો કે માથાકૂટ બાદ રાજેશ વર્માએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.