સુરત શહેરના મોટાભાગના વિસ્તારમાં હળવો વરસાદ

0
76

ગાંધીનગર
તા : 29
ગુજરાત રાજ્યમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે. જોકે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં કંઈ ખાસ વરસાદવરસ્યો ન હતો. ભરૂચ જિલ્લાના વાલિયામાં સૌથી વધુ 9 મિમિ અને નેત્રંગમાં 7 મિમિ વરસાદ પડ્યો હતો. અમરેલીના લાઠીમાં 7 મિમિ, વલસાડના ઉમરગામમાં 6 મિમિ વરસાદ નોઁધાયો હતો. નવસારીના ગણદેવી અને વલસાડના કપરાડામાં 1-1 મિમિ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં સતત ઉકળાટ વધી રહ્યો છે. જેના પગલે પ્રજા પરેશાન છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી સુરતના ચોર્યાસીમાં 4 મિમિ વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી અસહ્ય બફારા વચ્ચે આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી સુરત શહેરના મોટાભાગના વિસ્તારમાં હળવો વરસાદ પડી રહ્યો છે. આગામી બે દિવસ સુધી હજુ વાતાવરણ સામાન્ય જ રહેશે. જુલાઇના પહેલા અઠવાડિયાથી વરસાદનું જોર વધે એવી શક્યતા છે.