સુષ્મા સ્વરાજના નિધનથી દુખી થયા અમિતાભ, દર્દનાક શબ્દો સાથે કહ્યું કે…!!!

0
241

દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે 67ની ઉંમરમાં નિઘન થઈ ગયું. હાર્ટ એટેક બાદ તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને છેલ્લા શ્વાસ લીધા. સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર મળતા જ બોલિવૂડની તમામ હસ્તીઓ શોકમાં છે. બધા સ્ટાર્સ દેશના દિગ્ગજ મંત્રીને શ્રધાંજલી આપી રહ્યાં છે. અમિતાભ બચ્ચને પણ સુષ્મા સ્વરાજના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.

અમિતાભ બચ્ચને ટ્વિટર એકાઉન્ટ પર સુષ્મા સ્વરાજની સાથે પોતાની એક જુની તસ્વીર શેર કરી છે. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને રીટ્વીટ કરતા સુષ્મા સ્વરાજના નિધન પર દુખ જાહેર કર્યું છે અને તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના પણ કરી છે. અમિતાભ બચ્ચને ફોટો કેપ્શનમાં લખ્યું, એક અત્યંત દુખદ સમાચાર! એક ખુબ જ પ્રબળ રાજનીતિ, એક મિલનસાર વ્યક્તિત્વ, એક અદભૂત પ્રવક્તા. આત્માની શાંતિ માટે પ્રાર્થના…

જણાવી દઈએ કે અમિતાભ સિવાય પણ બોલિવૂડની તમામ હસ્તીઓ સુષ્મા સ્વરાજના નિધન પર દુખી છે. બધા લોકો તેમને શ્રધાંજલિ આપી રહ્યાં છે.