સૌરાષ્ટ્રના વિસ્તારમાં 1 લાખથી વધુ બાળકોને પોલિયો પીવડાવવામાં આવ્યા

0
244

તા:20

અમરેલીઃ અમરેલી જિલ્લામાં તમામ તાલુકા વિભાગના હેલ્થ સેન્ટર ખાતે પોલિયો નાબૂદી અભિયાન હાથ ધરવામાં આવેલ છે જેમાં પૂર્વમંત્રી બાવકુભાઈ ઉઘાડે તાલુકા પે.સેન્ટર શાળામાં બાળકને પોલિયોના બે ટીપાં પીવડાવી શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આરોગ્યની ટિમ,આંગણવાડી વર્કર,આશાવર્કર તેમજ પૂર્વમંત્રી બાવકુભાઈ ઉઘાડ,તાલુકા પચાયત સદસ્ય તુષાર ગણાત્રા,ઉપસરપંચ છગનભાઇ ઢોલરીયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા આ કાર્યક્રમ ને પ્રથમ બાળકને પૂર્વમંત્રી ના વરદ હસ્તે પોલિયોના બે ટીપાં પીવડાવીને શરૂ કરાયો હતો

જામનગરઃજામનગરમાં આજથી ત્રણ દિવસ માટે શરૂ થયેલા પલ્સ પોલીયો અભિયાન અંતર્ગત શહેર અને જીલ્લાના ૧૬૮પ૦૦ બાળકોને આવરી લેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં આરોગ્ય કર્મચારીઓ તેમજ આંગણવાડી બહેનો, નર્સીગ સ્કુલના સ્ટુડન્સ સહિતની ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ૦ થી પ વર્ષના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતાં. જેમાં આજે પ્રથમ દિવસે ૮૦ હજારથી વધુ બાળકોને આવરી લેવામાં આવ્યા હતાં

દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલિયો રોગ નાબૂદ કરવા માટે સંપૂર્ણ ભારત દેશમાં પોલિયો ની રસી મુકવા ના રાઉન્ડ નિર્ધારિત કરવામાં આવેલ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડોક્ટર નરેન્દ્ર કુમાર મીના ના માર્ગદર્શન હેઠળ પોલિયોનો રસી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાંથી આજે પ્રથમ દિવસે ખંભાળીયા ખાતે કલેકટર દ્વારા બાળકોને પોલીઓની રસી પીવડાવી પોલિયો રાઉન્ડ નો શુભારંભ કરવામાં આવ્યો હતો પ્રથમ દિવસે આશરે ૯૩૫૧૭ જેટલા બાળકોને પ્રથમ દિવસે રસી મૂકવાનું ટારગેટ રાખવા માં આવ્યું હતપ્રથમ દિવસે ૮૦૧૮૨ બાળકોને પોલીઓ-ની વેકનસી થી રક્ષિત કરવામાં આવ્યા હતા.

રાજકોટઃ શીતળાના રોગને વિશ્વમાંથી નાબુદ કર્યા બાદ હવે દેશ અને દુનિયાને પોલીયોમુકત બનાવવા આયોજન થયું છે. જેને સમગ્ર વિશ્વમાં મોટી સફળતા મળી છે. હવે બાળકોને બે ટીપા પોલીયો ખોરાકથી બુસ્ટર ડોઝ સમયાંતરે અપાઈ રહ્યો છે જે મુજબ રવિવારે સમગ્ર ભારતમાં પોલીયો નાબુદી અભિયાન હેઠળ પોલીયો ટીપા પીવડાવવાનો કાર્યક્રમ થયો છે જેમાં સૌરાષ્ટ્રમાં પણ બાળકોને પોલીયો ટીપા પીવડાવવામાં આવ્યા હતા.

ભાયાવદરઃ ભાયાવદરમાં સુધરાઈ પ્રમુખ રેખાબેન માકડિયાના હસ્તે બાળકને પોલીયોના બે ટીપા પીવડાવીને અભિયાન શરૂ કરાયું હતું. આ તકે આરોગ્ય શાખાના ચેરમેન હકકાભાઈ માકડીયા પ્રકાશભાઈ પંડયા વગેરે હાજર રહ્યા હતા.

વાસજાળિયાઃ ઝીરોથી પાંચ વર્ષના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ અહી જિલ્લા પંચાયત સદસ્ય જેઠાભાઈ મોરીએ શરૂ કરાવ્યો હતો. અને એક પણ બાળક પોલીયો ટીપાથી બાકી ન રહી જાય એવી અપીલ કરી હતી. મેડીકલ ઓફિસર ડો.રવિ મુછારે પોલીયો ટીપા પીવડાવવાના ફાયદાઓ જણાવ્યા હતા.

દામનગર ઇંગોરાળા જાગાણી ખાતે પોલિયો બુથ નો પ્રારંભ કરાવતા અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય મયુરભાઈ આસોદરિયા સરપંચ દિનેશભાઈ જસાણી શિવાભાઈ જગાણી સહિત ના અગ્રણીઓ ના વરદહસ્તે પોલિયો બુથ નો પ્રારંભ કરાયો શિશુઓને સુરક્ષા કવચ થી સુનિશ્ચિત કરતા તબીબી સ્ટાફ્ ના માર્ગદર્શન હેઠળ તાલુકા ના૧૧૯૩૪ શિશુઓ ને પોલિયો રસી ટીપાં પીવડાવી પોલિયો નાબુદી અભિયાનને વેગ અપાશે