હવામાને કરવટ બદલી- આ રાજ્યોમાં થઈ શકે ભારે વરસાદ

0
96

નવી દિલ્હી
તા : 22
કોરોના સંકટ વચ્ચે હવામાને કરવટ લીધી છે, જેનાથી ખેડૂતો દુખી થી શકે છે. સ્કાઈમેટ વેધર મુજબ આજે અને કાલે દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદ થવાની આશંકા છે, સ્કાઈમેટે આગલા 24 કલાક દરમિયાન ગુજરાત, દક્ષિણી રાજસ્થાન, કોંકણ ગોવા અને પશ્ચિમી મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, કોહિમા, ઉત્તરાખંડ, યૂપી, બિહાર, ઝારખંડમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે, જ્યારે કેટલીય જગ્યાએ આગલા 2-3 દિવસ સુધી આંધી ઉઠી શકે છે.

ભારતીય હવામાન વિભાગ મુજબ આગલા પાંચ દિવસ સુધી પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ-ત્રિપુરા, આસામ-મેઘાલય, કેરળ-માહે અને કર્ણાટકમાં આલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે, જ્યારે તેમણે કહ્યું કે બિહાર, આસામ, મેઘાલય, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડામાં 40-50 કિમી પ્રતિ કલાકની ગતિથી હવા ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે કરા પડી શકે છે, હવામાન ખાતા મુજબ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, કોંકણ અને ગોવામાં પણ ખરાબ મોસમ રહેવાની ઉમ્મીદ છે.

જ્યારે દિલ્હી-એનસીઆરમાં ગરમી કે તેજ ધૂપ વધુ પરેશાન નથી કરી રહ્યા. પશ્ચિમી વિક્ષોભને પગલે દિલ્હી-એનસીઆરના મોસમમાં આવેલ બદલાવે ભીષણ ગરમીની અસરને ઘટાડી દીધી છે, ભારતીય હવામાન વિભાગ મુજબ બુધવારે પણ દિવસભર મોસમ સાફ બન્યું રહેશે, જ્યારે આગલા દિવસે બુધવારે તેજ હવા સાથે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે તેજ વરસાદની સાથે કરા પડવાની સંભાવના જતાવી છે.