હવામાન વિભાગે આ વિસ્તારોમાં માવઠાની કરી આગાહી

0
127

ગાંધીનગર,તા:26 રાજ્યમાં એક તરફ કોરોનાનો કહેર છે તો બીજી તરફ ગરમીનો કહેર છે. આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગામી 28 અને 29 એપ્રિલ બે દિવસ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે કહ્યું હતું કે, રાજ્યમાં આગામી ત્રણ દિવસ ગરમીનો પારો ઊંચો જશે અને અનેક વિસ્તારોમાં આ પારો 45ને પાર થવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, શનિવારે કંડલામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદ, ડીસા, વડોદરામાં 41 ડિગ્રી અને રાજકોટ, સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એક તરફ લોકો લૉકડાઉનને પગલે ઘરમાં જ રહે છે ત્યારે ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે. હાલ વહેલી સવારે અને મોડી સાંજ બાદ ઠંડા પવનો આવવાને કારણે લોકોને રાહત મળે છે.આપણે જણાવી દઈએ કે, હવામાન વિભાગની આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં એકસાથે 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રનાં કેટલાક શહેરોમાં વધુ ગરમી નોંધાશે.