હાઇડ્રોક્સીક્લોરોક્વીનથી ટ્રમ્પનું સ્વાસ્થ્ય સારું : વ્હાઇટ હાઉસ

0
19

વોશિંગ્ટન
તા : 30
ભારતે અમેરિકાને હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા મોકલી હતી, આ દવાનો ઉપયોગ ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના માટે પણ કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરી કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે બે સપ્તાહના ડોઝમાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા લીધી હતી અને તેઓને ઘણુ સારુ લાગી રહ્યું છે. કોરોના સામેની લડતમાં આ દવા ઉપયોગી સાબિત થઇ રહી હોવાના દાવા થઇ રહ્યા છે પણ સત્તાવાર રીતે કોરોના માટે તેને કોઇ જ માન્યતા નથી આપવામાં આવી. આ સ્થિતિ વચ્ચે અમેરિકાએ મોટા પ્રમાણમાં આ દવાને ભારત પાસેથી મગાવી હતી. ટ્રમ્પ અગાઉ દાવો કરી ચુક્યા છે કે આ દવા કોરોના સામેની લડાઇમાં ગેમ ચેંજર સાબિત થઇ રહી છે.

વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કેલેગ મેકનેનેયે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે એન્ટી મલેરિયા દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા લીધી તે બાદ ઘણુ સારુ મહેસુસ કરી રહ્યા છે. મે તમની તબિયત અંગે પણ પૂછ્યું હતું તો ટ્રમ્પે મને કહ્યંુ હતું કે હું બહુ જ સારુ મહેસુસ કરી રહ્યો છું. અમેરિકામાં અનેક હોસ્પિટલમાં આ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મિશિગન હોસ્પિટલમાં જ ડોક્ટર, નર્સ સહિતના ત્રણ હજારથી વધુ સ્ટાફ આ દવાનો ટ્રાયલ તરીકે ઉપયાગ કરી રહ્યા છે.