હિંમતનગર: બાઈક કેનાલમાં ખાબકતા એક યુવકનું મોત, 3 યુવકો ઈજાગ્રસ્ત

0
63

હિંમતનગર,તા:03 સાબરકાંઠાના હિમતનગર હજીપુર નજીક બાઈક કેનાલમાં ખાબકતા એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે 3 યુવકો ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે જ્યારે પોલીસને જાણ કરવામાં આવતા પ્લીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ઘરી હતી.

મળતી માહિતી અનુસાર, આ ચારેય યુવકો બાઈક પર અમદાવાદથી હિંમતનગર આવી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જણાવીએ કે આ ચારેય યુવકો એક જ બાઈક પર સવાર હતા. હાજીપુર પાસેની ખાલી કેનાલ પાસેથી પસાર થતા સમયે બાઈક કેનાલમાં ખાબક્યું હતું.આપને જણાવી દઈએ કે વહેલી સવારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મૃત યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયો છે. તેમજ અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.