હિમાચલ ભાજપ અધ્યક્ષ તરીકે નડ્ડાના આદેશથી સુરેશ કશ્યપની નિમણૂક

0
61

ચંદીગઢ,તા:22 હિમાચલ ભાજપ અધ્યક્ષ તરીકે સુરેશ કશ્યપની નિમણૂક કરવામાં આવી છે. સુરેશ કશ્યપની નિમણૂક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાના આદેશથી કરવામાં આવી છે. પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણસિંહે આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડ્યું છે. સુરેશ કશ્યપ સિમલા સંસદીય બેઠકના લોકસભા સાંસદ છે. શિમલા સંસદીય બેઠકના લોકસભા સાંસદ સુરેશ કશ્યપે એરફોર્સમાં ફરજ બજાવી છે. તેનો જન્મ 23 માર્ચ 1971 ના રોજ સિરમૌરના પાપલાહાન જિલ્લામાં થયો હતો.

પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એમફિલ, અંગ્રેજી અને ટૂરિઝ્મમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, પબ્લિક રિલેશન્સ અને કમ્યુનિકેશન્સ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને બી.એડ. રાજકીય પ્રવાસની શરૂઆતમાં બીડીસી પચ્છડના સભ્ય હતા. તેઓ 2012 માં વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2017 માં બીજી વખત ભાજપના ધારાસભ્ય બન્યા હતા. 2019 માં લોકસભા માટે ચૂંટાયા. ભારતીય જનતા પાર્ટીએ સુરેશકુમાર કશ્યપને પાર્ટીના હિમાચલ પ્રદેશ એકમના વડા તરીકે નિયુક્ત કર્યા છે.