હું પોતે ઇન્જેક્શન શોધું છું, મળશે એટલે કહીશ: કુમાર કાનાણી

0
76

સુરત, તા:૦૯ કોરોના ના દર્દીઓ માટે અત્યારે ટોસિલિઝુમાબ ઇન્જેક્શન સંજીવની સમાન હોય તેમ પડાપડી થઇ રહી છે ઇન્જેક્શનની અછતની વચ્ચે નવી સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઈન્જેકશન આપવા સ્પષ્ટ ઇનકાર ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હાલત દયનીય બની છે આ અંગેની ફરિયાદ એક દર્દીના સંબંધીએ આરોગ્યમંત્રી કુમાર કાનાણીને કરતા તે અંગેની ઓડિયો ક્લિપ મોડી રાત્રે સોશિયલ મીડિયા પર ફરતી થઇ હતી

રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલો દ્વારા ટોસિલિઝુમાબ ઇન્જેક્શન માટે આડેધડ રૂપિયા વસુલાત હોવાનું ધ્યાને આવતા લગામ કસવામાં આવી હતી સાથે જ ખાનગી હોસ્પિટલોને પણ જરૂર હોય તે દર્દી માટે નવી સિવિલમાંથી સરકારે નક્કી કરેલા ભાવ મુજબ ઈન્જેકશન આપવા સૂચના આપી હતી જોકે તેનાથી બિલકુલ ઉલટું થઈ રહ્યું છે.નવી સિવિલમાંથી ખાનગી હોસ્પિટલના દર્દીઓને ઈન્જેકશન આપવા સ્પષ્ટ ઇન્કાર કરવામાં આવી રહ્યો છે જેને પગલે એક જરૂરિયાત મંદ એ આ અંગે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને ફોન ઉપર સંપર્ક કરી રજૂઆત કરી હતી આરોગ્યમંત્રી મદદ કરવાની જગ્યાએ પોતે પણ સવારથી ઇન્જેક્શન શોધી રહ્યા હોવાનું કહી દર્દીના સંબંધીઓને ઇન્જેક્શન આવશે એટલે જ તેમને સંપર્ક કરીશ ફોન કાપી નાખ્યો હતો