હોટલથી લઈને પ્રાઈવેટ જેટ સુધીની દરેક વસ્તુ ખરીદવા માંગતી હતી રિયા

0
51

મુંબઈ,તા:13

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીનો જુનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહી છે તે તેને કઇ વસ્તુઓ ખરીદવી છે. આ વીડિયોમાં તેણે કહ્યું કે આઇલેન્ડ, પ્રાઇવેટ જેટ અને હોટલ જેવી વસ્તુઓ ખરીદવા માગે છે.

તમને જણાવી દઇએ કે, રિયા આ સમયમાં સવાલો વચ્ચે ફસાયેલી છે, એક તરફ તેની પર સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે તો બીજી બાજુ સુશાંતના પિતાએ કરેલી ફરિયાદમાં મની લોન્ડ્રિંગનો આરોપ પણ સામેલ છે.
સુશાંતના ભાઇએ કરી આ વાત તમને જણાવી દઇએ કે સુશાંત આત્મહત્યાકેસમાં સુપ્રિમ કોર્ટ જલ્દી જ નિર્ણય આપશે કે તપાસ કોણ કરશે. ત્યારે સુશાંતના ભાઇએ કહ્યું કે તેઓ સતત મુંબઇ પોલિસ પાસેથી આશા રાખી રહ્યાં હતા પરંતુ હવે જ્યારે બિહારમાં કેસ થયો છે તો ત્યાં પણ તપાસ ચાલી રહી છે.

તપાસનો સમય આવ્યો ત્યારે આ સમયે કોઇ પણ પ્રકારની ટિકા-ટિપ્પણી વગર તપાસ થવી જોઇએ, સુશાંત અને તેના પિતાના સંબંધ પર સવાલ ઉઠાવવાવાળા લોકોએ પરિસ્થિતિને સમજવી જોઇએ.તમને જણાવી દઇએ કે, સુશાંતે 14 જૂનના રોજ તેના મુંબઇ સ્થિત ઘરે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં તેના પિતાએ રિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને હાલમાં સુશાંતના કેસની તપાસ CBI કરી રહી છે.