હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કેલી પ્રિસ્ટનનું અવસાન

0
110

નવીદિલ્હી
તા : 13
હોલીવુડ અભિનેત્રી અને રાઈટર જોન ટ્રેવોલ્ટાની પત્ની કેલી પ્રિસ્ટનનું આજે અવસાન થઈ ગયું છે. તેમની ઉમર ૫૭ વર્ષ હતી. કેલી પ્રિસ્ટન છેલ્લા બે વર્ષથી બ્રેસ્ટ કેન્સરનો સામનો કરી રહ્યા હતા. જોન ટ્રેવોલ્ટાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વ્રારા તેની જાણકારી આપી અને ખુબ જ ઈમોશનલ પોસ્ટ લખી છે. કેલી પ્રિસ્ટનની પુત્રી એલાએ પણ પોતાની પોસ્ટ દ્વ્રારા પોતાની ફીલિંગ્સ શેર કરી છે.

જોન ટ્રેવોલ્ટાએ લખ્યું છે કે, મને ખુબ જ દુઃખ થઈ રહ્યો છે. મારી સુંદર વાઈફ કેલી જે બે વર્ષથી બ્રેસ્ટ કેન્સરથી જંગ લડી રહી હતી. ઘણા લોકોના પ્રેમ અને સમર્થનના આધારે તેને આ જંગ બહાદુરીથી લડી, પરંતુ તે આ લડાઈમાં હારી ગઈ હતી. મારો પરિવાર અને હું તેમના ડોક્ટર્સ, નર્સો અને મેડીકલ સેન્ટરનો હંમેશા આભારી રહીશ, જેને તેમની મદદ કરી. કેલીનો પ્રેમ અને તેમનો લાઈફને હંમેશા યાદ કરવામાં આવશે. તેમને એ પણ લખ્યું છે કે, તે પોતાના બાળકોને થોડો સમય આપવા માંગતી હતી, જેમને પોતાની માતાને ગુમાવી છે.

કેલી પ્રિસ્ટનની પુત્રી એલા ટ્રેવોલ્ટાએ પણ માતાને યાદ કરી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. એલાઈ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, હું તમારા જેવી બહાદુર, મજબૂત, સુંદર અને પ્યારી મહિલાથી મળી નથી. તમારા પ્રેમ માટે આભાર. તમારી મદદ માટે અભાર અને આ દુનિયાને સુંદર જગ્યા બનાવવા માટે તમારો આભાર. તમે લાઈફને સુંદર બનાવી અને હું જાણું છુ કે, તમે હંમેશા આવું કરતા રહેશે. ઘણો બધો પ્રેમ મમા.

કેલી પ્રિસ્ટને ‘જેરી મેગ્યોર’, ‘સ્પેસ કેપ’, ‘ટ્વીન્સ’, ‘જૈક ફ્રોસ્ટ’, ‘ફોર લવ ઓફ ધ ગેમ’ અને ‘વ્યુ ફ્રોમ ધ ટોપ’ જેવી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. વર્ષ ૨૦૦૦ માં રીલીઝ થયેલ બેટલફિલ્ડ અર્થમાં તેમને પોતાના પતિ જોન ટ્રેવોલ્ટાની સાથે સ્ક્રીન શેર કરી હતી. તે છેલ્લી વખત વર્ષ ૨૦૧૮ માં રીલીઝ થયેલી હોલીવુડની ગેંગસ્ટાર ડ્રામા ગોટ્ટીમાં જોવા મળી હતી. તેમાં તેમના પતિ ટ્રેવોલ્ટા પણ હતા.