1મેથી શાકભાજીના ફેરિયાઓને મફત મળશે માસ્ક- સેનિટાઈઝર: AMC

0
313

અમદાવાદ,તા:29 મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં 7793 સુપરસ્પ્રેડરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. શહેરના 48 વોર્ડમાં 115 સુપર સ્પ્રેડરને કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ હોટસ્પોટ એરિયામાં કોરોનાનું સંક્રમણ અને મૃત્યુદર ઓછો કરવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદમાં કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે 3.50 લાખ કોટન માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ માસ્ક શાકભાજીના ફેરિયાઓને મફત માસ્કનું વિતરણ કરવામાં આવશે. એટલું જ નહીં. ફેરિયાઓને ફ્રીમાં સેનેટાઈઝર પણ આપવામાં આવશે. પરંતુ લોકડાઉનના સમયમાં અને લોકડાઉન બાદ શાકભાજીની લારીઓ પર સામાજિક અંતર જરૂરી છે.

તેમજ શાકભાજી વેચનારાઓને ફ્રીમાં માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર આપવાની શરૂઆત કરી છે. તેમજ 1 મેથી માસ્ક ન પહેરનારા કરિયાણા અને દૂધની ડેરી જેવા દુકાનદારોને રૂ. 5000, ફેરિયાઓને રૂ.2000 અને સુપર માર્કેટ્સને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવશે.વિજય નહેરાએ દંડની વિગતો આપતા જણાવ્યું હતું કે, જો માસ્ક વગર કોઈ ઝડપાશે તો સુપર માર્કેટમાં 50 હજાર સુધીનો દંડ કરવામાં આવશે. માસ્ક વગરના ફેરિયાઓનું લાયસન્સ 3 મહિના માટે રદ પણ કરવામાં આવશે. એટલે 1મેથી સંપૂર્ણપણે માસ્કનો ફરજિયાત પણે પાલન થવું જોઈએ.