100 વર્ષના વૃદ્ધાએ કોરોનાને લઈને PM મોદીને આ રીતે કરી મદદ

0
83

સુરેન્દ્રનગર ,તા;30 દેવપરા ગામના 100 વર્ષના વૃદ્ધા જડીબેન રબારીએ 100 રૂપિયાની રકમ પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવીને અન્ય લોકોને પણ ફંડમાં દાનમાં કરવા અપીલ કરી છે. 100 વર્ષના વૃદ્ધા જડીબેને કહ્યું કે અન્યને પણ શક્તિ મુજબ ફાળો આપવા અપીલ કરી છે.

પ્રધાનમંત્રી રાહત ફંડમાં દેશની જનતા તરફથી દાન પેઠે રૂપિયા જમા કરાવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીની અપીલ બાદ બોલિવુડના અભિનેતા અક્ષય કુમારે 25 કરોડનું દાન પ્રધાનમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યું હતું.પ્રાપ્ત મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના દેવપરા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. કોરોનાની મહામારી સામે રાહત કામગીરી માટે સહાયરૂપે આપ્યાં છે.