15 જૂલાઈથી શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેવી શક્યતા

0
102

નવી દિલ્હી
તા : 22
દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે કોરોનાની ચેઇનને તોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન આપવામાં આવ્યુ છે. લોકડાઉનના કારણે દેશની તમામ શાળા-કોલેજ અને બંધ કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. શાળા અને કોલેજોની સાથે સાથે ફરવાલાયક સ્થળો અને ધંધા ઉદ્યોગો પણ બંધ કરવામાં આવ્યા હતા. હવે જ્યારે લોકડાઉન ચારમાં રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતા ધંધા ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ફરીથી જન જીવન સામાન્ય થઈ ગયું છે. હવે સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવાને લઈને પણ વિચારણા કરવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર 15 જૂલાઈથી શાળાઓ શરૂ કરવા બાબતે કેન્દ્ર સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. એક દિવસમાં શાળાના 50 ટકા સ્ટાફ સાથે બાળકોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનું સરકારનું આયોજન છે. શાળાઓ શરૂ કરવા બાબતે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે. આ ગાઈડલાઈન કોઈ પણ સમયે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી શકે છે.

રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે શાળા-કોલેજો બંધ કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટે વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાઓ પણ રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. હવે જ્યારે લોકડાઉનના ચોથા તબક્કામાં જનજીવન સામાન્ય થતું જાય છે, ત્યારે સરકાર દ્વારા શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.