16 વર્ષની કિશોરીએ આપ્યો બાળકને જન્મ…જાણો એવું શું થયું હશે ?

0
281

કચ્છ,તા:19 નખત્રાણાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 16 વર્ષની કિશોરીને પોતાનાં જ 14 વર્ષનાં ભાઇએ જ માતા બનવવાની વાત સામે આવી છે. હાલ કિશોરી અને તેના બાળકને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે નાના ભાઇને દુષ્કર્મ અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધાયો છે. તેને ચિલ્ડ્રન હોમમાં મુકવામાં આવશે.

આ અંગે જ્યારે કિશોરીને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેના નાના ભાઇએ તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. સગા ભાઇ બહેનએ એક જ રાતમાં બે વાર સંબંધ બાંધ્યો હતો.આ પરિવાર શ્રમજીવી છે. તેઓ આખો પરિવાર એટલે માતા, પિતા બંન્ને બાળકો એક જ પથારીમાં સૂતા હોય છે. એક રાતે કિશોરીએ સહમતીથી પોતાનાં નાના ભાઇ સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો.

આ મામલે મળતી માહિતી પ્રમાણે નખત્રાણાની શાળામાં ભણતી 16 વર્ષની કિશોરીને ગઇકાલે સવારે શાળામાં અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને એક ખાનગી હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.ત્યારે ડૉક્ટરોએ તપાસીને ખુલાસો કર્યો કે, કિશોરી ગર્ભવતી છે અને તેને પ્રસવ પીડા ઉપડી છે. જે બાદ કિશોરીએ છોકરાને જન્મ આપ્યો હતો. જેના લીધે સમસ્ત પરિવારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.જેના કારણે શિક્ષકો અને પરિવાર બંન્નેનાં પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.