ન્યૂ સ્નેપડ્રેગન / ક્વાલકોમે ત્રણ નવા 5G પ્રોસેસર લોન્ચ કર્યા, જેનો શાઓમી તેના નવા સ્માર્ટફોનમાં ઉપયોગ કરશે.

  • ઈવેન્ટમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 865,765 અને 765G રજૂ કરાયું.
  • રેડમી K30ને સ્નેપડ્રેગન 765 પ્રોસેસરની સાથે રજૂ કરવામાં આવી શકે છે.

અમેરિકાની ચિપ મેકર કંપની ક્વાલકોમે ‘ક્વાલકોમ ટેક સમિટ 2019’માં પોતાના નવા સ્માર્ટફોન પ્રોસેસરની જાહેરાત કરી દીધી છે. કંપનીએ ત્રણ નવા પ્રેસેસર લોન્ચ કર્યા છે. ક્વાલકમ સ્નેપડ્રેગન 865, સ્નેપડ્રેગન 765 અને સ્નેપડ્રેગન 765G. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેઓ સ્નેપડ્રેગનની નવી ચિપ્સ પર આધારિત 5G સ્માર્ટફોન પર કામ કરી રહ્યા છે. નવા સ્નેપડ્રેગન પ્રોસેસરનો ઉપયોગ શાઓમીના નવા સ્માર્ટફોનમાં કરવામાં આવશે.

ટૂંક સમયમાં લોન્ચ થશે પહેલો 5G ફોન

શાઓમી નવા ક્વાલકોમ સ્નેપડ્રેગન પ્રોસેસરની સાથે 5G સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ કરશે. તે સ્નેપડ્રેગન 865 પર કામ કરશે. જો કે, આ ફોન ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કોઈ જાણકારી સામે નથી આવી. રેડમી K30 સ્નેપડ્રેગન 765 5G સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. શાઓમી 2020માં ઓછામાં ઓછા 10 5G સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે.

ફોનની ડિઝાઈન અને ફીચર્સને લઈને હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, કંપની 5G સ્માર્ટફોનને જાન્યુઆરીમાં લોન્ચ કરી શકે છે. Weiboના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, શાઓમી Mi 10 Proને 5G વેરિઅન્ટમાં લોન્ચ કરી શકે છે.