અમદાવાદમાં 144ના ભંગ બદલ 3091ની ધરપકડ, 2960 જેલભેગાં

0
77

અમદાવાદ,તા:04   અમદાવાદના સીપી આશિષ ભાટિયાએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે, કોરોનાને લઈ અમદાવાદના 4 વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયા છે. જેમાં રહીશો અંદર જ રહેશે અને જીવનજરૂરી વસ્તુઓ કોર્પોરેશન આપશે. ક્વોરન્ટાઈન સેન્ટર પર એક PSI અને 4 પોલીસકર્મીનો બંદોબસ્ત ગોઠવાયો છે. દૂધ અને શાકભાજીનું વિતરણ થઈ રહ્યું છે.

આ ઉપરાંત પોલીસ કમિશનરે કહ્યું કે, લોકડાઉનમાં 1035 ગુના નોંધી 3091 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો 144 હેઠળ 960 ગુના નોંધી 2960 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડ્રોનની મદદથી 13 ગુના અને 48 આરોપી પકડાયા છે. તો 100 નંબર પર જાહેરનામા ભંગના 335 કોલ આવ્યા છે. તો બીજી બાજુ એક વર્ષ પહેલા નિવૃત્ત 187 કોન્સ્ટેબલ, 8 ASIને પરત બોલાવ્યા છે. TRB અને ટ્રાફિક પોલીસને ચેકપોસ્ટ પર ફરજ બજાવશે.