29 દેશોના નાગરિકો 15 જુનથી ગ્રીસનો પ્રવાસ કરી શકશે

0
18

એથેન્સ
તા : 30
કોરોના વાઈરસના ઉપદ્રવે ગ્રીસના અર્થતંત્રને પહોંચાડેલા નુકસાનની અસરને ઓછી કરવાના હેતુસર ટાપુ દેશ, આગામી ૧૫ જૂનથી પસંદ કરેલા ૨૯ દેશોના નાગરિકોને પોતાના આંગણે આવવા દેશે. ગ્રીક સરકારે મંજૂર કરેલા આ ૨૯ રાષ્ટ્રોના નાગરિકો સીધા ફલાઈટમાં એથેન્સ અથવા ઉત્તરના શહેર થેસાલોનિકિની ખાતે ઉતરાણ કરી શકશે.

એમ ગ્રીક પ્રવાસન્ મંત્રાલયે જણાવ્યું. ઓસ્ટ્રેલિયા, જર્મની, ડેન્માર્ક, સ્વિટઝર્લેેન્ડ, જાપાન, ઈઝરાયલ, ચીન , ન્યુઝિલેન્ડ, માલ્ટા, દક્ષિણ કોરિયા, હંગેરી, રોમાનિયા અને ફિનલેન્ડને સમાવતા ૨૯ દેશોની યાદીમાં ભારતને સ્થાન મળ્યું નથી.

આગામી ૧ જુલાઈએ આ યાદીમાં કેટલાક વધુ દેશોનો સમાવેશ કરાશે. ગ્રીસમાં પ્રવેશનાર ઉપરોક્ત દેશોના પ્રવાસી નાગરિકોએ કોરોના માટે ટેસ્ટિંગ કરાવવું પડશે. ગ્રીસે વેળાસર લોકડાઉનનો અમલ કરતા ત્યાં કોરોનાનો ફેલાવો ઘણો મર્યાદિત રહ્યો છે. ગ્રીસમાં આ રોગથી અત્યાર સુધીમાં કુલ ૧૭૫ લોકોના મોત થયા છે. જ્યારે ૨૯૦૦ દર્દીઓ ચેપગ્રસ્ત છે.