વોશિંગ્ટન
તા : 17
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવના સ્પીકર નેન્સી પેલોસીએ દરખાસ્ત કરી હતી કે 9-11ના હુમલા માટે જે રીતે એક સમિતિની રચના કરાઇ હતી એવી જ પૂર્વ પ્રમુખ ટ્રમ્પના ટેકેદારોએ કેપિટોલ હિલ ખાતે આચરેલી હિંસાની તપાસ માટે પણ સમિતિ બનાવવી જોઇએ. છટ્ટી જાન્યુઆરી અમેરિકાની લોકશાહીમાં સૌથી કાળો દિવસ ગણાશે.
યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટ દ્વારા ટ્રમ્પને કેપિટોલ હિલ હિંસા માટે કેલિનચીટ આપ્યાના 50 કલાક પછી પેલોસીએ વ્હાલા સાથીઓને પત્રમાં લખ્યું હતું. તપાસ અને મહાભિયોગ ટ્રાયલમાંથી સ્પષ્ટપણે જાણવા મળ્યું હતું કે આપણે ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવી જ જોઇએ, એમ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવના પોતાના ડેમોક્રેટિક સાથીઓને લખેલા પત્રમાં કહ્યું હતું.
આપણી સુરક્ષા, સુરક્ષા અને સુરક્ષાની રક્ષા કરવા આપણું આગલું પગલું એક સ્વતંત્ર અને બહારની એજન્સી દ્વારા 9-11ની ઘટનાની તપાસની જેમ આ ઘટનાની પણ તપાસ કરાવવી જોઇએ. છટ્ટી જાન્યુઆરીના રોજ કેવી રીતે હિંસા કરાઇ તેની શોધ માટે સમિતિ નિમવી જોઇએ. ઘરેલુ આતંકીઓએ અમેરિકાના પાટનગર પર કરેલા હુમલાની લોકોને જાણ થવી જોઇએ, એમ તેમણે કહ્યું હતું.
અમેરિકી સંસદના બંને ગૃહોના સભ્યો દ્વારા કરાયેલી માગ પછી પેલોસીએ પત્ર લખ્યો હતો.રોડની ડેવિસ,જોન કાટકો અને જેમ્સ કોર્નર જેવા કોંગ્રેસના ત્રણ રિપબ્લીકનોએ દરખાસ્ત કરી હતી કે આનાથી તઠસ્ઠ તપાસનો માર્ગ મોકળો બનશે.