અભિનેતા બિક્રમજીત કંવરપાલનુ કોરોનાથી મોત

0
22

મુંબઇ
તા : 01
કોરોનાએ વધુ એક જાણીતી હસ્તીનો ભોગ લીધો છે. બોલીવૂડ અને ટીવી સિરિયલના જાણીતા અભિનેતા બિક્રમજીત કંવરપાલનુ કોરોનાના કારણએ મોત થયુ છે. તેઓ 52 વર્ષના હતા. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે બિક્રમજીતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, આજે સવારે મારા મિત્ર બિક્રમજીતનુ કોરોનાના કારણે મોત થયુ હોવાના ખબર મળ્યા છે. આ સાંભળીને મને દુખ થયુ છે. તેઓ સેનાના નિવૃત્ત મેજર હતા અને તેમણે સંખ્યાબંધ ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કર્યુ હતુ. તેમના પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે.

બિક્રમજીતે સેનામાંથી રિટાયર થયા બાદ ફિલ્મી પરદે એન્ટ્રી મારી હતી. 2003માં તેમની કેરિયરની શરુઆત થઈ હતી.તેમણે પેજ 3, રોકેટસિંહ-સેલ્સમેન ઓફ ધ યર, આરક્ષણ, મર્ડર, ટુ સ્ટેટસ અને ગાઝી એટેક જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.ટીવી સિરિયલ દિયા ઓર બાતી, દિલ હી તો હૈમાં પણ તેમણે અભિનય કર્યો હતો. કોરોના મહામારીના કારણે બોલીવૂડ અને ટીવી જગતના પણ ઘણા કલાકારોને જીવ ગુમાવવો પડ્યો છે.જેમાં બિક્રમજિત કંવરપાલનુ નામ પણ ઉમેરાયુ છે.