બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી સામે FIR દાખલ

0
101

અમદાવાદ
તા : 25
બોલિવુડ અભિનેત્રી પાયલ રોહતગી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશને એક્ટર પાયલ રોહતગી વિરુદ્ધ એક ફરિયાદ નોંધવામાં આવી છે. ફ્લેટના ચેરમેને ફ્લેટના સભ્યોની બેઠકમાં તેણે બોલાચાલી કર્યાનો આરોપ અને મારી નાખવાની અને ખોટા કેસની ધમકી આપ્યાનો આરોપ લગાવીને સેટેલાઈટ પોલીસે ગુનો નોંધ્યો છે. આ કેસમાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં બોલિવુડ અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ થઈ છે. પ્લેટના ચેરમેને પાયલ રોહતગી વિરુદ્ધ ફ્લેટના સભ્યોની મીટિંગમાં આવીને સભ્યો સાથે બોલાચાલી કરી હોવાનો આરોપ નાંખ્યો છે. એટલું જ નહીં, પાયલ રોહતગીએ જાનથી મારી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. ફ્લેટના બાળકો કોમન પ્લોટમાં રમવા આવતા બાળકોના ટાંટિયા તોડી નાખવાની પણ ધમકી આપી હોવાની વાત સામે આવી રહી છે. આ સંદર્ભે ફ્લેટના ચેરમેને બોલિવુડ અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને પોલીસને ફરિયાદ મળતા સેટેલાઈટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ આઈટમ ગર્લ પાયલ રોહતગી વિરુદ્ધ રાજસ્થાનના બુંદીમાં ફરિયાદ નોંધાઈ હતી. રાજસ્થાનના બુંદીના પોલીસ અધિકારી લોકેન્દ્ર પાલીવાલના નેતૃત્વમાં એક ટીમ શુક્રવારે અમદાવાદ પહોંચી હતી. પોલીસે ત્રણ દિવસ સુધી શહેરમાં ધામા નાખ્યા હતા. ત્યાર બાદ પોલીસે ત્રણ દિવસે પાયલની ધરપકડ કરી હતી. આ મામલે પાયલે બુંદીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.