આદિત્ય ચોપરાએ યશ રાજ ફિલ્મ્સની 50મી વર્ષગાંઠ પર જાહેર કર્યો નવો લોગો

0
26

મુંબઈ,તા;28

ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરાએ યશ રાજ ફિલ્મ્સની 50મી વર્ષગાંઠ પર નવા પ્રોડક્શન હાઉસના લોગોનું અનાવરણ કર્યું હતું. આ લોગોમાં કંપનીએ યશ રાજ ફિલ્મ્સની 50 વર્ષીય ફિલ્મની સફરને યાદ કરી છે. જેમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન જેવા સુપર સ્ટાર અને ‘ચાંદની’, ‘સિલસિલા’, ‘દિલ તો પાગલ હૈ’, ‘ધૂમ’ અને ‘વોર’ જેવી ફિલ્મો સામેલ કરવામાં આવી છે.

આદિત્યએ પિતાની યાદમાં લખી ખાસ નોટ

 

27મી સપ્ટેમ્બરે આદિત્ય ચોપરાએ તેમના સ્વર્ગસ્થ પિતા અને ફિલ્મ નિર્માતા યશ ચોપરાની 88મી જન્મજયંતિ પર આ લોગોનું અનાવરણ કર્યું હતું. આ વિશેષ પ્રસંગે તેમણે એક નોટ પણ લખી છે.

યશરાજ ફિલ્મ્સનો નવો લોગો

યશરાજ ફિલ્મ્સના બિઝનેસની દેખરેખ રાખનારા અને કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અક્ષય વિધાનીએ જણાવ્યું હતું કે, આ એક વિશેષ લોગો વાયઆરએફના ઇતિહાસની જૂની વાતો, યાદગાર ક્ષણો અને તેના સિનેમેટિક સફર તેમજ તેની બ્લોકબસ્ટર ફિલ્મોના માધ્યમથી ભારતીય સિનેમા ઉદ્યોગમાં વાયઆરએફ અને પ્રેક્ષકોના યોગદાનની પણ ઝલક છે, જેણે દેશ અને દેશવાસીઓ માટે પોપ સંસ્કૃતિની રચના કરી.